કુવાડવા રોડ પરથી ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય શખ્સો ૧૦ દિવસના રિમાન્ડ પર
શહેરનું યુવા પેઢીને મદાક પદાર્થના બંધાણી કરી બરબાદ કરવાના ખૌફનાક કાર્સ્તાનનો પોલીસે પર્દાફાસ કરી ત્રણ શખ્સોને એસઓજી સ્ટાફે ધરપકડ કર્યા બાદ ત્રણેય શખ્સોને દસ દિવસના રિમાન્ડ પર મેળવી કરાયેલી પૂછપરછમાં મુંબઇથી ડ્રગ્સ લાવી શાળા-કોલેજના વિદ્યાઓર્થીઓને ડ્રગ્સના રવાડે ચડાવ્યાની ચોકાવનારી કબુલાત આપતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પરના જુના પોલીસ મથક પાસેથી નિર્મલા રોડ પર આવેલા મહાવીર પાર્કના મિલન સંજય ખખ્ખર, નહેરૂનગર શેરી નંબર ૫ના વિક્રમસિંહ સુખદેવસિંહ જાડેજા અને ન્યુ રાજદીપ સોસાયટીના પાવન નટુ મકવાણા નામના શખ્સોને ગત તા.૧૪મીએ એસઓજી પી.આઇ. એસ.એન.ગડુ, પી.એસ.આઇ. ઓ.પી.સીસોદીયા, પી.એસ.આઇ. એચ.એમ.રાણા, હેડ કોન્સ્ટેબલ આર.કે.જાડેજા અને ચેતનસિંહ ગોહિલ સહિતના સ્ટાફે રૂ.૫.૫૩ લાખની કિંમતના કોકેન અને એમફેટેમાઇન ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા.
ત્રણેય શખ્સો ડ્રગ્સ કયાંથી લાવ્યા અને તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તેમજ કયાં વેચાણ કરે છે તે અંગેની પૂછપરછ માટે બી ડિવિઝન પી.આઇ. ઠાકર સહિતના સ્ટાફે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે ત્રણેય શખ્સોને દસ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે. ડ્રગ્સ મુંબઇથી લાવતા હોવાની અને શહેરની શાળા-કોલેજ ખાતે વેચાણ કરતા હોવાની કબુલાત આપી છે.