રિપીટર અને પૃથક્ક વિદ્યાર્થીઓને પણ 80 ગુણના નવા જ અભ્યાસક્રમના પેપરો મળશે

ગણિત વિકલ્પ માટે ફોર્મમાં વાલી-વિદ્યાર્થીની સહી જરૂરી

રાજ્યમાં જૂન-2019થી ધોરણ-10માં પાંચ વિષયોનો અભ્યાસક્રમ બદલાયા હતા. માર્ચ-2021માં બદલાયેલા અભ્યાસક્રમના આધારે પરીક્ષા લેવામાં આવી હતી. હવે માર્ચ 2022માં લેવાનારી પરીક્ષા પણ નવા અભ્યાસક્રમ મુજબ જ લેવાશે.તમામ રિપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારો માટે પણ આ જ નિયમ લાગુ પડશે. રિપીટર વિદ્યાર્થીઓ માટે પેપર 80 ગુણનું રહેશે. પરંતુ પરિણામ ત્યાર કરતી વખતે તેને 100 ગુણમાં રૂપાંતરીત કરીને પરિણામ ત્યાર કરાશે. આમ હવે ધો.10માં જુના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નપત્ર રહેશે નહીં.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાનારી ધો.10ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. 22 નવેમ્બરથી ધો.10ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ છે. તે આગામી 21 ડિસેમ્બર સુધી ચાલશે.

ધો.10ની પરીક્ષામાં આ વખતે નવા અભ્યાસક્રમ આધારિત જ પ્રશ્નો પૂછવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓ માટે નવા જ અભ્યાસક્રમ મુજબ જ પ્રશ્નો પૂછવામાં આવશે. જેથી નિયમિત વિદ્યાર્થીઓ ઉપરાંત રિપિટર વિદ્યાર્થીઓ અને પૃથક્ક વિદ્યાર્થીઓએ પણ નવા પ્રશ્નોપત્રના આધારે જ પરીક્ષા આપવાની રહેશે. અગાઉ આ વિદ્યાર્થીઓએ જુના પ્રશ્નપત્રોના આધારે પરીક્ષા આપવાની પૂરતી તક આપવામાં આવી હતી. જો કે હવે નવા અભ્યાસક્રમ મુજબ જ પરીક્ષા આપવાની રહેશે.

ધો.10માં બોર્ડની પકરીક્ષાનું પેપર 80 ગુણનું હોય છે. જ્યારે 20 ગુણ શાળા મુલ્યાંકનના હોય છે. જેથી રિપીટર વિદ્યાર્થીઓ અને પૃથક વિદ્યાર્થીઓનું પેપર પણ હવે 80 ગુણનું જ રહેશે. આમ હવે આ વખતે બોર્ડની પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓનું પેપર એકસમાન જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.