વિધાનસભા ૭૦માં લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા જંગી જાહેર સભા સાથે મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન
મઘ્યસ્થ ચુંટણી કાર્યાલયના ઉદધાટન કાર્યક્રમમાં શ્રી ધનસુખભાઇ ભંડેરીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સૌની યોજના થીઆજી અને ન્યારી ડેમ ને નર્મદાના પાણીથી ભરીને રાજકોટનો પાણીનો પ્રશ્ર્ન ભૂતકાળ બની ગયો તો રાજકોટને નવુ બસ સ્ટેન્ડ, સુરેન્દ્રનગર સુધી ડબલ ટ્રેક રેલવુે લાઇન છ લાઇન નેશનલ હાઇવે અને મોહનભાઇ કુંડારીયા ના પ્રયત્નોથી ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે આમ વિજયભાઇ રૂપાણીની સરકારે હરહંમેશ લોકો માટે સારા કાર્યો જે પણ કાર્ય કર્યા છે તે ભારતીય જનતા પાર્ટીએ અનેક વિવિધ વિકાસલક્ષી કાર્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં પણ ગુજરાતની તમામ બેઠક પર વિજય મેળવે અને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી ફરી એકવાર સ્પષ્ટ બહુમતીથી ચૂંટાશે તેઓ નિર્ધાર કર્યો હતો.
આ પ્રસંગે ગોવિંદભાઇ પટેલે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા જન કલ્યાણ અને વિકાસના હાથ ધરાયેલા કાર્યો બેરોજગારોને રોજગારી આરોગ્ય વિષયક આયુષ્માન ભારત યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ રાજકોટમાં અનેક વિકાસકાર્યો માટે આપેલી ભેટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે પાંચ વર્ષમાં દેશમાં અનેક વિકાસના કાર્યો કર્યા છે. જયારે કોંગ્રેસ જુઠાણા અને નકારાત્મક રાજકારણ નો આશરો લઇને મત મેળવે છે પરિવારવાદ અને જાતિઓના નામે લોકોને ઉશ્કેરે છે.
આ પ્રસંગે સાંસદ અને રાજકોટ ભાજપના ઉમેદવાર રી મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓની સખત પરિશ્રમ ના કારણે જ તેઓ વિજયી બની શકશે તેઓએ કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે ભારતીય જનતા પાર્ટીની સરકારને ગુજરાતમાં ભાજપની બધી જ બેઠકો ઉપર વિજય મેળવવા માટે સખત પરિશ્રમ કરવા માટે આહવાન કર્યુ હતું. તેઓએ ભાજપના કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી પણ હતી. નરેન્દ્રભાઇ મોદીની સરકાર આ વખતની લોકસભાની ચુંટણીમાં પણ સ્પષ્ટ બહુમતીથી ચુંટાય અને નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બને તેવી આશા વ્યકત કરી હતી.
આ તકે નરહરિભાઇ અમીને જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગતિશીલ સરકારના રુપમાં આર્થિક સ્થિરતાની પુન:સ્થાપના સુશાસન અને દીર્ધકાલીન સરચનાનું નિર્માણ દેશની આંતરીક અને બાહ્મ સુરક્ષા માટે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ તેમ જ છેવાડાના માનવીનો વિકાસ થયો એ નીતી પર સતત પ્રયત્નો થયા છે ત્યારે દેશના છેવાડાના માનવીનો વિકાસ લક્ષી ભવિષ્યને હાંસલ કરે તે માટે ભારતીય જનતા પાર્ટી ઇચ્છા શકિત ધરાવે છે. ત્યારે કાર્યકતાઓ અથાક પરિશ્રમ કરી શ્રી મોહનભાઇ કુંડારીયાની જીત નિશ્ર્ચિત છે.
ગોવિંદભાઇ પટેલ, જીતુભાઇ કોઠારી, રક્ષાબેન બોળીયા, જેમીનભાઇ ઉ૫ાઘ્યાય, વ્રજેશ બાવશ્રી, મધુસુદનલાલજી મહોદય, બ્રહ્માકુમારી વાળા જયશ્રી દીદી, પ્રફુલભાઇ કાથરોટીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કેતન પટેલ, દિવ્યરાજસિંહ ગોહિલ, જયોત્સનાબેન હળવદીયા, અનિલભાઇ પારેખ, હરેશભાઇ જોશી, માંધાતાસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ વાળા, નિલેશ જલુ, જીગ્નેશ જોશી, જીતુભાઇ સેલારા, હસમુખભાઇ ચોવટીયા, અનિલ જોષી, રાજુભાઇ ફળદુ, અજય પરમાર, મીનાબેન પારેખ, કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, જયાબેન ડાંગર, નીતીન રામાણી, અનિતાબેન ગોસ્વામી, કીર્તીબા, કીરીટ ગોહેલ, રમેશભાઇ પંડયા, યોગેશ ભુવા, પ્રવીણ રાઠોડ, નરેન્દ્ર કુબાવત, પવન સુતરીયા, ઇન્દ્રજીતસિંત જાડેજા, ગૌતમ ગોસ્વામી, વિરેનકાચા હીરાભાઇ ડાંગર, ગંભીરસિંહ પરમાર, મુકેશભાઇ મહેતા, નાગદાનભાઇ ચાવડા, કિશોરભાઇ પરમાર, ચમનભાઇ લોઢીયા, શૈલેષભાઇ પાબારી, દિલીપભાઇ પાટડીયા, જશુભાઇ આહીર, વલ્લભભાઇ તારપરા, રાજુભાઇ જાદવ, પ્રવીણભાઇ મારુ, પુનિતાબેન પારેખ, દીપકભાઇ મકવાણા, મનુભાઇ જોબનપુત્રા, મહેશભાઇ મીરા, મનહરભાઇ મજીઠીયા, નરેન્દ્રભાઇ બુસા, વિપુલ માખેલા, શૈલેષભાઇ હાપ, પિયુશ શાહ, કિશનભાઇ જાદવ, નરેન્દ્ર મકવાણા, સમીર પરમાર, આશિફભાઇ સણીત, વાહીદભાઇ સમા, પ્રવીણભાઇ ચૌહાણ સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.