‘મેધ સમાન જલ નહીં’
દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો ઓવરફલો, સૌરાષ્ટ્રના જળાશયોમાં ૯૦ ટકા સુધી, કચ્છના જળાશયોમાં ૭૭ ટકા સુધી અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં ૬૫ ટકા સુધી પાણીનો ભરાયા
ગુજરાતમાં આ વર્ષે લોઢકા વરસાદના કારણે પાણીની સમસ્યા વિદાય પામી છે. જો કે શરુઆતમાં વરસાદની ખેંચથી પાણીની જે ચિંતા ઉભી થઇ હતી ઓગસ્ટ મહીનામાં પૂર્ણ થતા સુધીમાં રાજયના કુલ ર૦૪ ડેમોમાંથી ૫૬ ટકા સઁપૂર્ણ પણે ભરાઇને છલકાઇ ગયા છે. ગુજરાતની જીવાદોરી જેવા સરદાર સરોવર ડેમ અત્યારે તેની ૧૩૮.૬૮ મીટરની કુલ સપાટી સાથે ભરાઇ ને ઓવરફલો થઇ રહ્યું છે. રાજયના નર્મદા ડેમ સહીતના ર૦૪ ડેમોમાં કુલ ક્ષમતાની ૯ર ટકા સપાટીએ પાણી ભરાઇ ચુકયું છે. ગુજરાતના પાણીયારા ઇતિહાસમાં આ વખતે સરદાર સરોવર ડેમ પ્રથમ વખત સંપૂર્ણ ભરવામાં આવ્યું છે.
રાજય સરકારના સિંચાઇ વિભાગના આંકડાઓ મુજબ વિશાળકાય સિંચાઇ યોજનાઓ તરીકે ઓળખાતા ર૦૪ ડેમોમાંથી ૧૧૪ ડેમો છલકાઇને ઓવરફલો થઇ રહ્યા છે. વર્ષ ૨૦૧૮ ની સરખામણીમાં રાજયમાં આજની તારીખે ૪૧ ટકા વધુ પાણી સંગ્રહ થઇ ચુકયો છે.સરદાર સરોવર ડેમમાં જ ગયા વર્ષ કરતા આ વર્ષે ૨.૯૫૧.૩૮ મીલીયન ધનમીટર પાણી ભરાયું છે. રાજયના ર૦૪ ડેમોમાં ૧૪,૫૫૭.૪૨ અ.મીછઅ.મફ પાણીનો જથ્થો સપ્ટેમ્બર ૩૦ ૨૦૧૮ ના ૮.૬૪૮.૨૮ મીલીયન ધન મીટરે જથ્થાથી ૫.૯૦૯.૧૪ મીલીયન ધનમીટર વધારે છે. ત્રીજી ઓગસ્ટે રાજયના ડેમોમાં માત્ર ૪.૯૭૭.૨૦ એમસીએમ પાણી હતું અને સપ્ટેમ્બરની ૩૦મી એ ૬.૯૫૭ એમસીએમ ના વધારા સાથે જથ્થો ૧૪.૫૫૭ મીટર સુધી વઘ્યા હતો.
સૌરાષ્ટ્ર-કચ્છના જળાશયોમાં અનુક્રમે ૨.૨૮૫ ૬૫ અને ૨૫૫.૪૨ એમસીએમ પાણી છે જે કુલ ક્ષમતાના ૯૦ ટકા અને ૭૭ ટકા થવા જાય છે. ઉત્તર-ગુજરાતના ૧૫ ડેમોમાં ૬૫ ટકા ચિકકાર ભરાઇ ચુકયા છે. મઘ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જળાશયો ચિકકાર પાણીથી છલોછલ છે. ગુજરાતને ૧૭ ડેમોમાં ૯૭.૮૬ ટકા અને દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમો ૯૮.૨૦ ટકા પાણી ભર્યુ છે. જયારે રાજયના ૨૦૪ ડેમોમાંથી ૧૫૮ ડેમોમાં ૯૦ ટકા અને ૬માં ૮૦ થી ૯૦ ટકા અને પ ડેમોમાં કુલ ક્ષમતાથી ૭૦ થી ૮૦ ટકા પાણી ભરાયું છે. બીજા શબ્દોમાં કહીએ તો હવે ગુજરાતને પાણી માટેની કોઇ ચિંતા કરવાની જરુર નથી.