અબતક, જસદણ
જસદણ નગરપાલિકા પાસે પીજીવીસીએલ કચેરી વીજ બિલ પેટે રૂ. પાંચ કરોડથી વધુ રકમ માંગતી હોવા છતાં લાંબા સમયથી તેને કોઇ કારણોસર લાજ કાઢી રહ્યું છે. સામાન્ય રીતે જસદણના કોઇ ગ્રાહક પાસે પીજીવીસીએલ પાંચ હજાર રૂપિયાની વીજ બીલ પેટે રકમ માંગતું હોગય તો તેને યેનકેન પ્રકારે રીતસરનું દબાણ અને પોલીસ કેસની ધમકી આપે છે. ગરીબ ગ્રાહકોના વીજ જોડાણ પણ કટ કરી નાંખે છે. પણ જસદણ નગરપાલિકા પાસે લાંબા સમયથી વીજ બીલની મસમોટી રકમ બાકી હોવા છતાં ટેબલ પર મોટી મોટી વાતો કરતાં અધિકારીઓ નેતાઓના ડરના કારણે પૂરતી વસુલાત ન કરી પાલિકાની રીતસર લાજ કાઢી રહ્યા હોવાની ચર્ચા થઇ રહી છે.જસદણ નગરપાલિકા પણ લોદકો પાસે વિવિધ વેરાઓ ઉઘરવામાં માહીર છે પણ કોઇ કારણોસર પીજીવીસીએલનું પુરતુ બીલ ન ભરતાં હોવા છતાં નેતાઓના ડર કે મીઠી તંત્રને પગાર માટે નાણાની જરુરીયાત હોય ત્યારે ફકત નોટીસ આપવાાનું નાટક કરી પાણીમાં બેસી જાય છે. જો કોઇ ગ્રાહક પાસે નાની અમથી રકમ બાકી હોય તો તેમના વિજ જોડાણ કાપી નાંખવામાં આવે છે. અને રીતસરનો ગોકીરો મચાવે છે. અને આ જ વીજ તંત્ર માથાભારે અને રાજકારણની ઓથ હોય એવા તંત્ર માથાભારે અને રાજકારણની ઓથ હોય એવા તંત્ર કે નાગરીકો સામે વીજ ચોરી અને બીલના લેણા અંગે લાજ કાઢે છે આવી ચર્ચાએ જોર પકડયું છે.