વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટ સલમાન ખાનને દોષિત જાહેર કરી દીધો છે. કોર્ટે બાકીના અન્ય બધા જ સ્ટાર્સને નિર્દોષ જાહેર કર્યા છે. સલમાન ખાનના વકીલે કહ્યું છે કે, અમે આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકારીશું. સલમાન ખાને કોર્ટમાં પોતાના પર લાગેલા દરેક આરોપ નકાર્યા હતા.
આ ઘટના સપ્ટેમ્બર-ઓક્ટોબર 1998ની છે. ત્યારે આ બધા ફિલ્મ ‘હમ સાથ-સાથે હૈ’ના શૂટિંગમાં રાજસ્થાન ગયા હતા. સલમાન ખાન અને તેમના સાથી મિત્રો પર 2 ચિંકારા અને 3 કાળા હરણના શિકારનો આરોપ હતો. સલમાન ખાન પર આર્મ્સ એક્ટ અંતર્ગત પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ મામલે સલમાન પર કેટલા કેસ? તેમાં શું થયું?
આ મામલે સલમાન પર ચાર કેસ છે. ત્રણ હરણનો શિકાર અને ચોથો આર્મ્સ એક્ટનો. તે સમયે સલમાનના રૂમમાંથી તેની ખાનગી પિસ્તોલ અને રાઈફલ પણ મળી આવી હતી. પરંતુ આ હથિયારોના લાયસન્સની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,