રાજકોટ મહાજન પાંજરાપોળમાં વિશ્રાંતિગૃહનું ઉદ્ઘાટન
રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ ૧૨૨ વર્ષ જૂની છે. પાંચ હજાર જેટલા પશુઓનું પાલન કરી રહી છે. તાજેતરમાં પૂ. ધીરગૂ‚દેવના રાજકોટ પ્રવેશોત્સવ પ્રસંગે સમૂહ દાતાઓએ જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે ગૌમાતા વિશ્રાંતિ ગૃહ સેડનો લાભ લીધેલ. જેમાં દીપેન અને સિલ્કી કામદાર, વી.ટી.તુરખીયા, વિજયાબેન એમ. શેઠ શ્રી જૈન મોટા સંઘ, મહાવીરનગર, ઈન્દ્રપ્રસ્થનગર, ગીતગુર્જરી, જીતુભાઈ બેનાણી વગેરે સહભાગી બન્યા છે. માત્ર સવા મહિનામાં કાર્ય પૂર્ણ થવા પામેલ છે. તદુપરાંત રીટાબેન અભયકુમાર શાહ પ્રેરિત બીજા વિશ્રાંતિગૃહનું ઉદઘાટન કરવામાં આવેલ.
નિશ્રાદાતા પૂ. ધીરગૂરૂ દેવે ધર્મસભમાં જણાવેલ કે દરેક કાર્યકર્તાઓએ હાર્ડવર્ક નહિ સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે. જીવદયા સાચી કુળદેવીમાં છે ગાય કહે છે કે તમારે પને કતલખાને મોકલવી નહોતી મોકલવી હતી તો કાપવી નહોતી, કાપવી હતી તો થાળીમાં પીરસવી નહોતી, પીરસવી હતી તો ખાવી નહોતી, ખાવી હતી તો ‘મા’ કહીને બોલાવવી નહોતી.
આ પ્રસંગે સુશીલાબેન ચુનીલાલ દોશી પરિવારનાક પુનિતા ધીરજ શાહ, નયના સુનીલ પારેખ અને સ્વ. કુ. કૌમુદિની ચુનીલાલ દોશી હ. પા‚લ દીપક દોશી તરફથી ૨ ગૌમાતા વિશ્રાંતિ ગૃહ માટે ૨૨ લાખ જાહેર કરાયા હતા. જીવદયા કળશનો લાભ પુનિતા ધીરજ શાહ (લંડન) વાળાએ રૂ.૨ લાખમાં લીધેલ. મુકેશ બાટવીયા, યોગેશ શાહ, સંજય કિશોર કોરડીયા,ઉપેન મોદી, અશ્વિન કોઠારી, કાર્તિકક શાહ વગેરેએ દાતાઓને બિરદાવ્યા હતા.