આજે વિશ્વ સંસ્કૃત દિવસ

ભારતીય ભાષા ગુજરાતી, હિન્દી, ઉર્દ્દુ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાલી વિગેરે જેવી ભાષા સંસ્કૃતમાંથી ઉત્પન્ન થઇ છે: રોમન ભાષા પણ સંસ્કૃતમાંથી ઉદભવી છે

માણસની ઉત્પતી થઇ ત્યારથી માણસ માણસની ભાષા, સંકેતો, હાવભાવ વિગેરેમાંથી સૌ પ્રથમ ઉદ્દભવેલ ભાષા એટલે સંસ્કૃત, હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મ ગ્રંથો સંસ્કૃતમાં જ લખવામાં આવ્યા છે. આજે પણ હોમ, હવન, યજ્ઞ, પૂજા વિધી વિગેરેમાં તમામ શ્ર્લોકો સંસ્કૃતમાં જ છે. બ્રાહ્મણો અને પંડિતો સંસ્કૃત ભાષાના નિષ્ણાંતો હોય છે.

દુનિયામાં સૌથી પ્રાચિન, બોલ-ચાલની ભાષા સંસ્કૃત છે.  આપણાં ઋષિમુનિઓએ આ ભાષામાં ઘણાં ગ્રંથો લખીને આપણું ઘણું કામ સરળ બનાવ્યું છે. ભારતીય, યુરોપિયન ભાષા સમુહમાં સંસ્કૃતનો ઉલ્લેખ છે. એ અદિમ, ભારતીય, યુરોપિયન ભાષાને ઘણી મળતી આવે છે. હાલ બોલાતી મોટાભાગની ભાષા ગુજરાતી, હિન્દી, ઉર્દુ, કશ્મીરી, ઉડીયા, બંગાલી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી જેવી વિવિધ ભાષાઓ સંસ્કૃતમાંથી જ ઉત્પન્ન થઇ છે.

પ્રાચિન ઇતિહાસ જોઇએ તો ઇ.સ. પૂર્વે ૨૦૦૦ ઇ.સ. ૬૦૦ ની વૈદિક સંસ્કૃત પછી તેના વડે મઘ્ય ઇન્ડો, આર્યન ભાષાઓનો ઉદ્દભવ થયો હોવાનું પ્રમાણ મળે છે. ભાષા કુળ જોઇએ તો સંસ્કૃત ઇન્ડો-ઇરાનિયન, આર્યના સાથે પ્રારંભિક સ્વરૂપ વૈદિક સંસ્કૃત છે. તેમની લખાણ પઘ્ધતિ  દેવ નાગરી અને બ્રાહ્મી લિપિઓમાં લખાય છે. તેમનો અધિકૃત ભાષા વિસ્તાર ભારત માત્ર છે. તે ભારતની ઘણી બધી લિપિઓમાં લખાતી આવી છે, પણ મૂળભૂત રીતે તે દેવનાગરી લિપિ સાથે જોડાયેલી છે, અને આ લિપિ મૂળ તો સંસ્કૃત માટે જ બની હતી. એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ઘ્વનિ છે.

દેવનાગરીમાં ૧ર સ્વર, ૩૪ વ્યંજન છે. દેવનાગરીમાંથી રોમન લિપિમાં લખવા માટે બે પઘ્ધતિઓ પ્રચલિત હતી, IAST અને ITRANS શુન્ય, એક કે અધિક વ્યંજનો સાથે એક સ્વર મળીને એક અક્ષર બને છે. સંસ્કૃતમાં સ્વર એના માટે જ છે, હિન્દીમાં એમનો ઉચ્ચાર  થોડો અલગ જોવા મળે છે. સંસ્કૃતમાં “ઐબે સ્વરનું જોડકું હોય છે અને ગુજરાતી ભાષાઓ માટે ‘અ-ઇ’બોલાય છે. આવી જ રીતે ‘ઔ’ને ‘અ-ઉ’ તરીકે બોલાય છે.

સંસ્કૃત આપણી પ્રાચીન ભાષા છે, પણ આજે કેટલાને આવડે છે કે બોલે છે. જયારે કોઇ સ્વરનો ઉપયોગ ન હોય ત્યારે ત્યાં ‘અ’માનવામ) આવે છે. સ્વરના ન હોવાના હલન્ત અથવા વિરામથી દર્શાવવામાં આવે છે જેમ કે ક ખ ગ ઘ શુકલ યજુર્વેદની મદ્યાન્હિની શાખામાં કેટલાક વાકયોમાં ‘ષ’ નું ઉચ્ચારહણ  ‘ખ’ની જેમ કરવું એવું માન્યું હતું. એટલા માટે સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષાંતર કરવા માટે ઘણા લોકો ‘ણ’અને ‘ળ’નો ભેદ નથી પારખતા દરેક ભાષાને પોતાનું વ્યાકરણ નિયમો હોય છે. તેમ સંસ્કૃત વ્યાકરણ આધુનિક ભાષાઓ બોલનાર માટે થોડું અધરું છે. અહિંએ ઉલ્લેખ કરવો પડે છે કે ગુજરાતી, હિન્દી જેવી ભારતીય ભાષાઓ બોલનારને સંસ્કૃત વ્યાકરણ ભલે અઘરું પડે પણ સંસ્કૃત બોલવામાં તકલીફ પડતી નથી, કારણ કે આ ભાષાઓમાં ઘણા ખરા શબ્દો શુઘ્ધ સંસ્કૃતના જ છે. અથવા તો તેના અપભ્રંશ છે. સંસ્કૃતમાં સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાના વિવિધ પ્રકારના શબ્દો-રૂપો બનાવાયા છે. આ ભાષા બહિર્મુખી, અન્ત, શ્ર્લિષ્ટયોગાત્મક ભાષા છે. તેનું પ્રાચિનતમ રૂપ વૈદિક સંસ્કૃત છે. જે હિન્દુ ધર્મના આદિ પુસ્તક વેદની ભાષા છે. વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃત વચ્ચે ઘણું અંતર છે. મોટાભાગના લોકો પાણિનીના અષ્ટાઘ્યાયીને સંસ્કૃત કાવ્યની શરુઆત માણે છે. રામાયણ, મહાભારત અને પુરાણ કાવ્યો સંસ્કૃતમાં જ લખાયા છે.

આજે વિશ્વ સંસ્કૃત દિવસે આકાશવાણી પ્રથમ વખત સંસ્કૃત વિશેષ કાર્યક્રમ રજુ કરશે, આ કાર્યક્રમનું નામ ‘બહુજન ભાષા સંસ્કૃત ભાષા’ છે. વાગમ્ભૃણિય સુકત ઋગવેદમાં જણાવેલ છે કે ‘સંસ્કૃતવાણી સમગ્ર રાષ્ટ્રની છું. દેશને સમુઘ્ધ કરી શકું છું વિદ્યાનો ભંડાર છું’ આપણા દેશની તમામ સંસ્કૃત સંસ્કૃતમાં જ પોષાઇ છે અને પ્રસરી છે.

hqdefault

આખુ ગામ સંસ્કૃત બોલે છે

કર્ણાટક રાજયમાં શિમગા જીલ્લાનું ‘મટ્ટુર’ ગામમાં બધા જ પ્રાચિન શાસ્ત્રીય ભાષા સંસ્કૃતમાં જ બોલે છે. ભાષા સંરક્ષણ માટે તે દેશમાં પ્રથમ નંબરે છે. આ ઉપરાંત આજ રાજયનું ‘હોસાહલ્લી’ ગામ પણ અવાજ ગુણો ધરાવે છે. આજના જમાનામાં વિદેશી ભાષાઓના વધતા જોરમાં માતૃભાષા જીવાડવા ઠેર ઠેર કાર્યક્રમો થઇ રહ્યા છે ત્યારે આ બન્ને ગામમાં બાળકો દુકાનદાર સહિત તમામની વહિવટી વ્યવહાર સાથે તમામ ક્ષેત્રની ભાષા સંસ્કૃત જ છે.

૧૯૬૯ થી વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવાય છે

આજથી લગભગ સાડા ત્રણ હજાર વર્ષ પહેલાના લખાયેલા સંસ્કૃત ભાષાના દાખલા મળેલા છે. દુનિયામાં મોટામાં મોટુ શબ્દ ભંડોળ સંસ્કૃત ભાષામાં છે. ૧૦ર અબજ, ૭૮ કરોડ, પ૦ લાખ શબ્દોનો અત્યાર સુધી સંસ્કૃતમાં ઉપયોગ થયો છે. આ ભાષામાં નવા શબ્દો યોજવાનું સામર્થ્ય, સમાસ, સંધિ જેવી યુકિતઓ ગૌરવ વધારવાની  સરળતા, સ્પષ્ટ શ્રવણ છે. લંડન (યુ.કે.) ના લેસ્ટરમાં શોભબેન ત્રિવેદી, ભારતીબેન પટેલ સહિતના લોકો સંસ્કૃત ભાષાને જીવંત રાખવા વિદેશોમાં પણ કાર્યરત છે. શોભાબેન ત્રિવેદીએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવેલ કે સંસ્કૃતમાં સો સમાનાર્થી છે, પ્રેમ શબ્દ માટે નવ્વાણું, પાણી માટે ૭૦ થી વધુ શબ્દો સાથે જવું ક્રિયાપદ માટે ૧રર શબ્દો છ, અને આ દરેક શબ્દો ચોકકસ અને ખાસ સમયે જ વપરાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.