દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પછી રાજયના અન્ય જીલ્લા તથા શહેરોની જેમ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધતા આજે ખંભાળીયાની તમામ હોસ્પિટલો હાઉસ ફુલની સ્થિતિમાં આવી ગઇ હતી તથા તમામ જગ્યાએ વેઇટીંગ શરુ થઇ ગયા છે.ખંભાળીયાની ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના સારવાર ઉ5લબ્ધ હોય સરકારીમાં ના જવા માંગતા દર્દીઓ તથા જેમને ખાનગીની ફી પરવડે તે ત્યાં જાય છે. પણ ગઇકાલે શહેરની તમામ ખાનગી હોસ્પિટલો ચિકકાર થઇ ગઇ હતી તો એક તબકકે સરકારી હોસ્પિટલમાં પણ કોરોનાના વેટીલેટર માટે તથા ઓકિસજનની સુવિધા માટેના તમામ બેડ ભરાઇ જતાં કેટલાક કિસ્સામાં જામનગર મોકલવાની વ્યવસ્થા કરવી પડી હતી તો ભારે ભીડથી દવા લઇને હોમ આઇસોલેશન થવાનું પ્રમાણ વઘ્યું છે.
સીટીસ્કેનમાં રીપોર્ટમાં ચાર કલાકે લાગે !!
ખંભાળીયામાં સીટી સ્કેનના રીપોર્ટમાં ચાર કલાક પાંચ કલાકે વારો આવે તેવી સ્થિતિ થઇ હતી તો કોરોના સાથે તાવ, શરદી, ઉઘરસ નો રોગચાળો પણ વ્યાપક થતાં આવા દર્દીઓ માટે પણ સુવિધા ના મળે તેવી સ્થિતિ ઉભી થઇ છે તો ઓ.પી.ડી.ના પ્રમાણમાં પણ મોટો વધારો થયો છે.