જૂના ૮નો રિપોર્ટ નેગેટિવ નવા ૧૯૦નો રિપોર્ટ પેન્ડીંગ
જુનાગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસોથી સેમ્પલ લેવાની કામગીરી વધારી દેવામાં આવી છે અને આજે કુલ ૧૯૦ સેમ્પલ જૂનાગઢ જિલ્લામાંથી લેવામાં આવ્યા છે, તો તેની સામે આજે પેન્ડિંગ હતા તે ૮ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવેલ છે.
જુનાગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૧૫૧ સેમ્પલ લેવામાં આવ્યા છે તે પૈકી આજે ૦ થી ૧૪ વર્ષના ૪, ૧૫ થી ૫૯ વર્ષના ૧૫૮ તથા ૬૦ વર્ષથી ઉપરના ૨૮ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જે પૈકી જુનાગઢ મહાનગર માંથી ૯૨ સેમ્પલ લેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલમાથી આજે વધુ ૮ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, આમ કુલ મળી અત્યાર સુધીમાં કુલ ૯૫૭ ના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જિલ્લામાં કુલ ૪ રિપોર્ટ અત્યાર સુધીમાં પોઝિટિવ આવ્યા છે, જેમાંથી હાલ બે દર્દીઓ આઇસોલેશનન વિભાગમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બે દર્દીઓ સ્વસ્થ થતાં તેને રજા આવી દેવામાં આવી છે.