રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર છે. હવે ખેડૂતોને રાતના સમયે પીયત માટે નહીં થવું પડે હેરાન. રાતે ઉજાગરા કરી ખેડૂતોને પીયત નહીં કરવું પડે. જી હા…હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે. ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે. અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે.
ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળીઆપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું,ખેડૂતો દ્વારા રાજ્ય સરકારમાં અનેકવાર રજૂઆતો કરાતા નિર્ણય લેવાયો
અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળીમળશે. ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળીઆપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને રાત્રિના સમયે પિયત માટે વીજળી આપવામાં આવ છે જેના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ખાસ કરીને રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હોવાના કારણે ખેડૂતોને ઝેરી જીવજંતુઓ તેમજ વારંવાર લાઈટ ટીપ ટાપ થતી હોવાના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. તે ઉપરાંત રાત્રિના સમયે લાઈટના કારણે ખેડૂતોને પિયત માટે પણ હાલાકી ભોગવી પડતી હતી. પરંતુ મુખ્યમંત્રીની આ જાહેરાતથી બનાસાકાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ખેડૂતો દ્વારા રાજ્ય સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી જેને લઇ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની રજૂઆતના પગલે રાત્રીના સમયે જે વીજળીના કારણે ખેડૂતોને તકલીફો ભોગવી પડે છે. તે ન ભોગવી પડે તેના માટે રાત્રીની જગ્યાએ દિવસે ખેડૂતોને જાહેરાત આપવાનું નક્કી કર્યું છે.