સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફાયનાન્સ કમિટીની બેઠક મળી
નવા સત્ર ૧૫મી જૂની તમામ ભવનોમાં અધ્યાપકોની બાયોમેટ્રીકી હાજરી પુરાશે: ખર્ચ મંજૂર કરાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ફાયનાન્સ કમીટીની બેઠક કુલપતિ ડો.નીતિનકુમાર પેાણીના અધ્યક્ષ સને મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ખાસ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમામ ફેક્લ્ટી દીઠ અધ્યાપકોને તાલીમ માટે રૂ.૫૦,૦૦૦ની ફાળવણી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી નવા સત્રી તમામ ભવનોમાં અધ્યાપકોની હાજરી બાયોમેટ્રીકી પુરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના જણાવ્યા મુજબ અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેશરોની હાજરી સાઈન કરીને પુરવામાં આવતી હતી જો કે આજની મળેલી ફાયસાન્સ કમીટીની બેઠકમાં સર્વાનુમતે બાયોમેટ્રીક મશીન તમામ ભવનમાં નાખવા મંજૂર કરવામાં આવ્યા છે અને નવા સત્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રામિક શાળાઓની જેમ હવે પ્રોફેસરોની હાજરી પણ બાયોમેટ્રીક મશીની પુરવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે અધ્યાપકોની તાલીમ યોજવામાં આવશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ફેકલ્ટી દીઠ અધ્યાપકોને તાલીમ માટે રૂ.૫૦,૦૦૦નો ખર્ચ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આજની મળેલી ફાયનાન્સ કમીટીની બેઠકમાં અનેકવિધ મુદ્દાઓ રજૂ કરી ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આગામી ૧૦મી તારીખે સીન્ડીકેટની બેઠક મળશે. આજની ફાયનાન્સ કમીટીની બેઠકમાં કુલપતિ ડો.નીતિનકુમાર પેાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, સિન્ડીકેટ સભ્ય નેહલભાઈ શુકલ સહિતના સભ્યો હાજર રહ્યાં હતા.