બે સભ્યોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા બાદ ૧૭ કારોબારી સભ્ય બિનહરીફ જાહેર થતાં મતદાન પ્રક્રિયા રદ્દ : નવા સભ્યો પર ઠેર–ઠેરથી અભિનંદન વર્ષા
સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચૂંટણી આગામી રવિવારના રોજ યોજાનાર હતી પરંતુ આ ચૂંટણી પૂર્વે બે સભ્યોએ ફોર્મ પરત ખેંચી લેતા ૧૭ કારોબારી સભ્ય બિનહરીફ જાહેર થઈ જવા પામ્યા છે. જેના કારણે મતદાર પ્રક્રિયા રદ્દ કરી દેવામાં આવી છે. બિનહરીફ થયેલા આ કારોબારી સભ્યો પર ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.સ્થાનકવાસી જૈન મોટા સંઘ – વિરાણી પૌષધ શાળાના હોદ્દેદારોની આગામી તા.૩ને રવિવારે ચૂંટણી યોજાનાર હતી.
કારોબારી સમીતીના ૧૭ સભ્ય પદ માટે કુલ ૧૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ૧૭ કારોબારી સભ્યપદે બિનહરીફ જાહેર થયા છે. કારોબારી સમીતીના તમામ સભ્યો બિનહરીફ જાહેર થતા આગામી રવિવારના રોજ યોજાનાર મતદાનની પ્રક્રિયા રદ્દ કરવામાં આવી છે.
જૈન સમાજના હિતને ધ્યાને લઈને ચંદ્રકાંતભાઈ શેઠ તથા પ્રવિણભાઈ કોઠારી અને મનોજભાઈ ડેલીવાળા પ્રયત્નોથી ઉમેદવારીના ફોર્મ ભરનાર જીતેન્દ્રભાઈ ગોડા અને જગદીશભાઈ દોશીએ ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. સમજણ સુખ શાતિથી સુલેહ થતા જૈન સમાજમાં હર્ષની લાગણી ફેલાણી છે આ સાથે બિન હરીફ થયેલા કારોબારી સભ્યો પર ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા પણ થઈ રહી છે.
બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો
વખારીયા હરીલાલ છગનલાલ
મીઠાણી મિલનભાઈ જયવંતભાઈ
કોઠારી જગદીશભાઈ ચંદુલાલ
પટેલ દિપકભાઈ વીરચંદભાઈ
રવાણી સુભાષભાઈ મગનલાલ
પારેખ મનીષકુમાર હીરાલાલ
રવાણી મેહુલ મહેન્દ્રભાઈ
શેઠ રાજુભાઈ છબીલદાસ
કોઠારી ભદ્રેશભાઈ ગીરધરલાલ
મહેતા જયેન્દ્રભાઈ હીરાચંદ
વોરા તારકભાઈ પ્રફુલભાઈ
દોશી હિતેષષભાઈ શશીકાંત
મહેતા હિતેષભાઈ અનીલકુમાર
મણીયાર હિતેષભાઈ નવિનચંદ્ર
સંઘાણી પરેશભાઈ અરવિંદભાઈ
શાહ કુમારભાઈ નવિનચંદ્ર
મહેતા દિવ્યેશભાઈ મહેશભાઈ