સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૨મી જન્મજયંતિ નિમિતે કરાયું નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન: મુખ્ય આયોજક કોર્પોરેટર મુકેશ રાદડિયા સહિતની ટીમ અબતકની શુભેચ્છા મુલાકાતે
અખંડ ભારતના શીલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૨મી જન્મજયંતિ નિમિતે ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આવતીકાલે તા.૩૧ને મંગળવારના રોજ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી ૩-ચંપકનગર સોસાયટી, ગણેશ ઉત્સવવાળા વંડા ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ અને સર્વધર્મ સમુહલગ્ન સમિતિના પ્રમુખ મુકેશભાઈ રાદડિયા, જીતેન્દ્રસિંહ જાડેજા, દેવાંગભાઈ કુકાવા, જયેશભાઈ ઢોલરીયા, દિપેશભાઈ વૈષ્ણવ અને શૈલેષભાઈ રાઠોડ સહિતના આયોજકોએ આજે અબતક દૈનિકની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આવતીકાલે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો.રાજેન્દ્ર ત્રિવેદી, ડો.સુધીર શાહ, ડો.સુશીલ કારીયા, ડો.ઉમંગ શુકલા, ડો.એમ.જી.પટેલ, ડો.મિલન ભંડેરી, ડો.ભૌમિક ભાયાણી, ડો.નિરજ મહેતા, ડો.હિતેશ મેઘાણી, ડો.રાકેશ ગામી, ડો.નિલ ગોહેલ, ડો.જસ્મીન મોણપરા, ડો.અર્ચના ગઢીયા, ડો.જીજ્ઞેશ ગઢીયા, ડો.દુષ્યંત પંડયા, ડો.ખ્યાતી તાડા, ડો.પૂર્વેશ ચુડાસમા, ડો.રઘુવીર ઈતાવર, ડો.મહેશ મહેતા, ડો.હુસેન ઈસાણી, ડો.ઘનશ્યામ ટાઢાણી, ડો.આવદ આરબ, ડો.ઈમ્તીયાઝ બાબી, ડો.તારા મોરી, ડો.રુક્ષાર મોગલ અને ડો.ઈરમ જુણેજા નિ:શુલ્ક નિદાન કેમ્પમાં પોતાની સેવા આપશે.
વાંકાનેરના દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનું પણ ચેકિંગ કરી દેવામાં આવશે. ચિકનગુનિયા તથા અન્ય રોગો માટે નિ:શુલ્ક ચેકઅપ તથા દવા આપવામાં આવશે. આ કેમ્પ માટે શ્રી સૌરાષ્ટ્ર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવાનંદ જનરલ હોસ્પિટલ તથા સનસાઈન મલ્ટીસ્પેશ્યલ હોસ્પિટલનો સહયોગ મળ્યો છે. જરૂરીયાતમંદ દર્દીઓને રાહતદરે ઓપરેશન તથા સારવાર કરી આપવામાં આવશે.
આ કેમ્પને સફળ બનાવવા માટે જીતેન્દ્રસિંહ જાડેજા, ભરત ગોંડલીયા, કમલેશ દોમડીયા, દેવાંગ કુકાવા, મગન પીપળીયા, રાજેશ રંગાણી, ભાવેશ રૈયાણી, નિલેશ હાપલીયા, જયેશ ઢોલરીયા, દિપેશ વૈષ્ણવ, શૈલેષ રાઠોડ, રાયમલ આહિર, કિશોર સોલંકી, જીતુ ડોબરીયા અને ધર્મેશ ઠુંમર સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.