રાજુલા નાગરિક સહકારી બેંકની આગામી ૨૨મી તારીખે ચૂંટણી હતી જેનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ૧૫ ડિરેકટરો માટે કુલ ૧૭ ફોર્મ ભરવામાં આવ્યા હતા.
૧૫ સભ્યો બિનહરીફ થયા હતા હાલના નાગરિક બેંકના પ્રમુખ ભાગમાં મકવાણાની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ બંને ફોર્મ પરત ખેંચતા ૧૫ સભ્યોનું બોર્ડ બિનહરીફ થવા પામ્યું હતું અને નાગરિક બેંકની ચૂંટણી ન થાય તે માટેના પ્રયત્નો આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા આ બાબતે યોગ્ય કાર્યવાહી થતાં હાલ ૧૫ સભ્યોનું બોર્ડ થવા પામ્યું હતું આ બાબતે નાગરિક બેંકના ડીરેકટર નીતિનભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજુલા નાગરિક સહકારી બેંક ઘણા વર્ષોથી બિનહરીફ થઇ રહી છેે.
આ બોર્ડ બિનહરીફ કરવામાં લાલભાઈ મકવાણા ભરતભાઈ નેતા મયુરભાઈ દવે સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી બેંકના મેનેજર જીગ્નેશભાઈ જોશી આખી ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી હાલ બિનહરીફ થયેલ છે.