ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું
ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા નવા વર્ષની નૂતન શુભેચ્છા માટે એક સ્નેહ મિલનનું આયોજન એપલગ્રીન પાર્ટી પ્લોટમાં કરવામાં આવેલ હતુ તેમાં ધારાસભ્ય તેમજ જીલ્લા અને તાલુકા કોંગ્રેસના હોદેદારો હાજર રહેલા હતા.
શહેર-તાલુકા કોંગ્રેસ પાર્ટીનું સ્નેહમીલન પીઢ કોંગ્રેસી આગેવાન અને પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતુ આ તકે ઉપસ્થિત કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ કાર્યકરોને ગત વર્ષ જે કોઈ અણ બનાવ ભૂલો થઈ હોય તે ઘર માની તમામ બાબતોને ભૂલી આગામી દિવસોમાં જસદણમાં આવી રહેલી પેટા ચૂંટણીમાં ભાજપને તેનું સ્થાન બતાવી કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવવા કામે લાગી જવા હાકલ કરેલ હતી જયારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરાએ જણાવેલ કે ઘર હોય ત્યાં વાસણ ખખડતા જ હોય પણ વ્યકિતને બદલે પાર્ટીને ધ્યાનમાં રાખી કોંગ્રેસનું સંગઠન માળખું મજબુત કેમ બને તેવા પ્રયાસો કરવા જોઈએ જયારે સ્નેહ મિલનના અધ્યક્ષ સ્થાનેથી બોલતા પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રાએ જણાવેલ કે શહેરમાં ૨૫ વર્ષ પછી કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું છે.
ત્યારે વ્યકિતને નહિ પણ કોંગ્રેસ પક્ષને ધ્યાનમાં રાખી કોંગ્રેસનો કોઈપણ કાર્યક્રમ હોય તેમાં આમંત્રણની રાહ જોયા વગર પક્ષના કાર્યક્રમમાં જે કાર્યકર આવે તે પાર્ટીના વફાદાર સૈનિક કહેવાય છે. આ સ્નેહ મિલનમાં તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન ડાંગર પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર ધા.ન.પા. કારોબારી ચેરમેન જગદીશ રાખોલીયા, વિઠલભાઈ હિરપરા, ગોપાલભાઈ સલાટ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જયદેવભાઈ વાળા તાલુકા કોંગ્રેસના પ્રમુખ રમેશભાઈ મકવાણા શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ નગરપાલીકા સભ્યો રજાકભાઈ હિંગોરા, રઘુવીરસિંહ સરવૈયા, દાજીભાઈ શિવાણી, ખોડલધામ સમિતિના પ્રમુખ વિઠલભાઈ વોરા, ઉપપ્રમુખ મનસુખભાઈ કપુપરા, રાજેશભાઈ મુજપરા, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુભાષભાઈ માકડીયા, જીલ્લા પંચાયતના સભ્ય સોમભાઈ મકવાણા, નારણભાઈ સેલાણા, શિક્ષણ સમિતિના ચેરમેન રમણીકભાઈ લાડાણી, પ્રવિણભાઈ દલસાણીયા, ગીરીશભાઈ આરદેશણા, અંકિત પટેલ, પ્રિન્સ. સોલાધરા, બાબુભાઈ ડેર, ધર્મેશ વાઘેલા, કપિલ સોલંકી, નયનભાઈ જીવાણી અને કમલેશભાઈ પાદરીયા સહિત કોંગ્રેસના ૪૦૦ જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.