જરુરિયાતમંદ દર્દીઓને લાભ લેવા અંજલીબેન રૂપાણી, નયનાબેન પેઢડીયા અને પુનીતાબેન પારેખની અપીલ
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેરના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, પૂર્વ ડે.મેયર ડો. દર્શીતાબેન શાહની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગર મહીલા મોરચા દ્વારા બહેનોનું સ્વાસ્થ્ય સારુ રહે અને બહેનોમાં વધારે પડતા જોવા મળતા રોગોનું સચોટ નિદાન તથા સારવાર સમયસર થઇ જાય તે આશયથી નિષ્ણાંત ડોકટરો દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું તબકકાવાર શહેરના દરેક વોર્ડમાં આયોજન કરવામાં આવેલ છે.
બહેનો માટેના આ સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પને સફળ બનાવવા પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, ડો. અમિત હપાણી તેમજ ડો. અતુલ પંડયાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. ત્યારે અગાઉ વોર્ડ નં. ૪, પ અને ૬, ૧૫, ૧૬માં મહીલાઓ માટેના નિ:શુલ્ક સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં જરુરીયાતમંદ બહેનોને શહેરના નિષ્ણાત તબીબો દ્વારા નિ:શુલ્ક નિદાન, સારવાર તેમજ જરુરીયાતમંદ બહેનોને શહેરના નિષ્ણાંત તબીબો દ્વારા નિ:શુલ્ક નિદાન, સારવાર તેમજ જરુરીયાત મંદ દર્દીઓને દવાઓનું વિનમૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આવતીકાલે તા. ૨૯/૭ ને રવિવાર સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ સંત તુલસીદાસ પ્રાથમીક શાળા નં.૧૬ રામનાથપરા મેઇન રોડ બી ડીવીઝન પોલીસ સ્ટેશન સામે વોર્ડ નં.૭ ખાતે તેમજ વિક્રમ સારાભાઇ પ્રાથમીક શાળા નં.પ૧ કેવડાવાડી-૧૧ ગુલાબચોક, બોર્ડ નં.૧૪ ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત, હાડકા તેમજ સાંધાના રોગોના નિષ્ણાંત જનરલ ફીઝીશ્યન તેમજ જનરલ પ્રેકટીશનરો દ્વારા તદન નિ:શુલ્ક નિદાન તેમજ સારવાર તથા જરુરીયાત દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવશે. તો બહેનોને આ નિ:શુલ્ક સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પનો લાભ લેવા અંજલીબેન રૂપાણી, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખે જાહેર અનુરોધ કર્યો છે. આ કેમ્પને સફળ બનાવવા શહેર ભાજપના મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૭ તથા વોર્ડ -૧૪ ના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.