દેવભુમિ દ્વારકા જિલ્લાની તમામ કોર્ટમાં તા. 22-07-2018 ના રવિવાર ના રોજ ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ 138 ના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી. ના કેસ, લગ્નવિષયક તકરારના કેસ, લેબર તકરાર ના કેસ, જમીન સંપાદન કેસ, વિજળી અને પાણી બીલ તથા સર્વિસ મેટરના કેસ, રેવન્યુ કેસ, અન્ય સિવિલ કેસ, (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, વિશિષ્ટ દાદ અને કરાર પાલન) વિગેરેના કેસ, તથા અન્ય કેસ માટેની નેશનલ લોક-અદાલતનું નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરવામા આવેલ છે.
દેવભુમિ દ્વારકા જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષાકારોએ ઉપરોકત જણાવેલ પેન્ડીંગ કેસમા સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા માંગતા હોય, તેઓના વકિલશ્રી મારફતે જે તે કોર્ટમા કેસ પેન્ડીંગ હોય, તે કોર્ટમાં કેસ લોક-અદાલતમા મુકવા અનુરોધ છે. લોક-અદાલત તકરાર ના સમાધાન માટે એક સુખદ નિવારણ ફોરમ છે, જેમા પક્ષાકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી લોકોને ઝડપી ન્યાય મળી શકે છે.
વધુમાં, લોક-અદાલતના માધ્યમથી સમાધાન કરી નિકાલ કરવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે તેમજ લોક-અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવી હોય, તો જિલ્લા કાનુની સેવા સતા મંડળનો ફોન નંબર ૦ર૮૩૩-ર૩૩૭૭પ ઉપર સંર્પક કરવો તેમજ તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય, તો જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવા જિલ્લા કાનુની સેવા સતામંડળ દેવભુમિ દ્વારકાની યાદીમા જણાવાયુ છે.