ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ અમદાવાદનાં આદેશ અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા તા.૧૩/૭ને શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબનાં ચેકનાં કેસો, બેંક રીકવરી દાવાઓ, એમ.એ.સી.પી.નાં કેસો, લેબર તકરારનાં કેસો, લગ્નવિષયક તકરારનાં કેસો, સમાધાન પાત્ર ન હોય તે સિવાયનાં વિજળી અને પાણી બીલનાં કેસો, કૌટુંબિક તકરારનાં કેસો, જમીન સંપાદનનાં કેસો, સર્વિસ મેટરનાં પે અને એલાઉન્સીસ અને નિવૃતિનાં લાભના કેસો, ડિસ્ટ્રીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ રેવન્યુ કેસો, અન્ય કેસો, ભાડુઆત સુખાધિકાર હકક, મનાઈ હુકમનાં દાવા, સ્પેસીફિક પરફોર્મન્સ વગેરે કેસોનો નિકાલ કરવામાં આવશે. સમાધાન વડે કેસનો નિકાલ થાય તે હેતુથી લોકઅદાલતનું આયોજન કરવામાં આવે છે. લોક અદાલતને કારણે લોકોનાં નાણા અને સમયની બચત થાય છે. લોક અદાલતનો લાભ લેવા માટે તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો તાલુકા કોર્ટનો સંપર્ક કરવા અથવા લોકઅદાલત અંગેની કોઈપણ માહિતી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનુની સેવા સતામંડળનો સંપર્ક સાધવા મંડળની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.