ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 1રની પરીક્ષાનો આરંભ થઇ ચુક્યો છે. સૌરાષ્ટ્રના 4.01 લાખ સહિત રાજયના 16.55 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ત્યારે રાજકોટ જિલ્લાામાં ધો. 10ના 47,610 અને 12ના 36,040 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા શાળા ખાતે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને શુભેચ્છા પાઠવવા શાળાઓ ખાતે મહાનુભાવો ઉપસ્થિત રહીં વિદ્યાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.
કલેક્ટર અરુણ મહેશ બાબુ ન્યુ એરા સ્કૂલ રૈયા રોડ, મેયર પ્રદીપ ડવ – પી એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કૂલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જી.કે. ધોળકિયા સ્કૂલ પંચાયત નગર, કમિશનર આર.એમ.સી અમિત અરોરા બારદાનવાલા કન્યા વિદ્યાલય એસ્ટ્રોન સોસાયટી અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી હ.લ.ગાંધી વિદ્યાવિહાર આત્મીય યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.
રાજકોટ મેયર પ્રદીપ ડવે પાઠવી શુભેચ્છા
રાજકોટના પ્રથમ નાગરીક મેયર ડૉ. પ્રદીપ ડવે શેઠ હાઇસ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થિઓને કુમકુમ તિલક કરી અને મોઢુ મીઠું કરાવી શુભેચ્છા પાઠવી
અરુણ મહેશ બાબુએ પાઠવી શુભેચ્છા
ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ન્યુ એરા કેન્દ્ર ખાતે રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા પેન તથા રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડ દ્વારા ગુલાબ આપી ઉત્સાહભેર પરીક્ષા આપે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે
રાજકોટ જિલ્લાના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર 84696 38956 જાહેર
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનાં હિતાર્થે કાઉન્સિલીંગ માટે જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ જિલ્લા કંટ્રોલ રૂમ આજથી તા.29 માર્ચ સુધી જાહેર રજાઓ સહિત સવારના 07.00 વાગ્યાથી શરૂ કરી રાત્રીના 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. બોર્ડના કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો આ કંટ્રોલરૂમમાં 8469638956 ફોન નંબર પર સંપર્ક કરી શકશે.
બોર્ડની વેબસાઈટ www.gseb.org, બોર્ડનો ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-233-5500,”જીવન આસ્થા” ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-233-3330, સ્ટેટ રૂમ સંપર્ક નંબર 9909038768, 079 – 23220538 ઉપર પણ વિદ્યાર્થીઓ સંપર્ક સાધી શકે છે.