ફાઈલ મોનિટરીંગ સિસ્ટમના નવા વર્ઝનનું કામ પુરજોશમાં: વર્ષ ૨૦૧૯થી નવું વર્ઝન ચાલુ થઈ જશે
જિલ્લાકક્ષાએ બિનખેતીનાં ઓર્ડર વિતરણનો ઘડાતો કાર્યક્રમ
એડીએમ કોન્ફરન્સમાં અપાઈ તમામ વિગતા
રાજયની તમામ કલેકટર કચેરીઓમાં મહેસુલ વિભાગને લગતી તમામ અરજીઓઓનલાઈન થઈ જશે. આ માટે હાલ ફાઈલ મોનીટરીંગ સિસ્ટમના નવા વર્ઝનનું કામ હાથ ધરવામાં આવ્યું છે જે પુરજોશમાં ચાલી રહ્યું છે. આ નવું વર્ઝન ૨૦૧૯ના વર્ષથી ચાલુ થઈ જવાથી મહેસુલ વિભાગને લગતી તમામ અરજીઓ અરજદારો ઓનલાઈન કરી શકશે.
ગાંધીનગર ખાતે અધિક જિલ્લા કલેકટરોની કોન્ફરન્સનું આયોજન કરવામાંઆવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના અધિક કલેકટર પરીમલ પંડયાએ હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં ફાઈલ મોનીટરીંગ સિસ્ટમના નવા વર્ઝનનું જે કામ ચાલી રહ્યું છેતે વિશે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતુંકે, ફાઈલ મોનીટરીંગ સિસ્ટમના નવા વર્ઝનનું કામ આગામી વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં પૂર્ણ થઈ જશે. આ નવા વર્ઝનના એકટીવેશન બાદ મહેસુલ વિભાગનીતમામ અરજીઓ જેવી કે જમીન માપણી, જમીન માંગણી, જુની શરત-નવી શરત સહિતની ૪૪ પ્રકારની અરજીઓ અરજદાર ઓનલાઈનકરી શકશે.
વધુમાં બિનખેતીની ઓનલાઈન પ્રક્રિયા વિશે પણજણાવાયું હતું કે, અમદાવાદ ખાતે આગામી ૨૬મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં બિનખેતીના ઓર્ડરના વિતરણનો કાર્યક્રમ યોજાનારછે. આ પ્રકારના કાર્યક્રમોનું જિલ્લા મથકો ખાતે પણ આયોજન કરવાનું નકકી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં બિનખેતીની પ્રક્રિયાઓનલાઈન કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બિનખેતીની ૩૭ અરજીઓ મળીછે. જેમાંથી ૬ અરજીઓ મંજુર થઈ છે જયારે ૧૦ અરજીઓ નામંજુર થઈ છે.હાલ ૭ દિવસ પૂર્વેની ૨૧ જેટલી અરજીઓ પેન્ડીંગ પડી છે.