સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિના નકલી એન્કાઉન્ટર કેસમાં 13 વર્ષ પછી આજે નિર્ણય આવી ગયો છે.CBI ના ખાસ જજે તેમના આદેશમાં,કહ્યું કે સાક્ષીઓ અને પુરાવા આભાવે તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા. અદાલતે જણાવ્યું હતું કે પરિસ્થિતિકીય પુરાવા પૂરતા નથી. કોર્ટે કહ્યું કે તુલસીરામ પ્રજાપતિની ષડયંત્ર હેઠળ હત્યાના આરોપ સાચા નથી. સરકારી મશીનરી અને કાર્યવાહીએ ઘણા પ્રયત્નો કર્યા છે. 210 સાક્ષીઓને સંતોષકારક પુરાવા મળ્યા ન હતા.

વર્ષ 2005થી આ કેસમાં 22 લોકોઆ કેસનો સામનો કરી રહિયા છે જેમથી મોટા ભાગના પોલીસ કર્મી છે. આ કેસનો નિર્ણય ખાસ CBI અદાલત કરે છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ આરોપીઓ સાથે સંકળાયેલા હોવાથી આ બાબતે વિશેષ ધ્યાન છે. જો કે,2014માં તેમને આરોપોમથી મુક્ત કરવામાં આવ્યા હતા.શાહ આ ઘટના વખતે ગુજરાતનાં ગૃહમંત્રી હતા.કેસની કાર્યવાહી દરમિયાન લગભગ 92 જેટલા સાક્ષી ફરી ગયા હતા.

આ મહિનાની શરૂઆતમાં છેલ્લી દલીલો પૂરી થયા પછી, સીબીઆઈના સ્પેશિયલ ન્યાયાધીશએ S.J શર્માએ કહ્યું હતું કે તેઓ 21 ડિસેમ્બરે ચુકાદો કરશે. મોટાભાગના આરોપીઓ ગુજરાત અને રાજસ્થાનના જુનિયર સ્તરના પોલીસ અધિકારીઓ છે CBI અદાલતે 38 માંથી 16 લોકોને સબૂતના આભાવે આરોપ મુક્ત કરી દીધા હતા.જેમાં અમિત શાહ,રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયા,ગુજરાત પોલીસના પૂર્વ પ્રમુખ પી.સી પાંડે અને ગુજરાતનાં પૂર્વ વરિષ્ઠ અધિકારી ડી.જી. બંજારા સામેલ હતા.

CBIના જણાવ્યા પ્રમાણે આતંકવાદી સાથે સંબંધ રાખનાર સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બીઅને સાથી પ્રજાપતિને ગુજરાત પોલીસે એવખતે આગવા કર્યા હતા.જ્યારે તે લોકો 22 અને 23 નવેમ્બર 2005મા રોજ હૈદારાબાદથી મહારષ્ટ્ર થી સાંગલી જતાં હતા.

CBIના જણાવ્યા પ્રમાણે 26 નવેમ્બર 2005ના રોજ અમદાવાદ પાસે એક નકલી એન્કાઉન્ટરમા શેખની હત્યા કરવામાં આવી હતી.અન એણે તેમના પત્નીને ત્રણ દિવસ પછી હત્યા કરવામાં આવી હતી. 27 ડિસેમ્બર, 2006 ના રોજ એક વર્ષ પછી પ્રજાપતિના ગુજરાત અને રાજસ્થાન પોલીસે ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક ચેપરીમાં નકલી  એન્કાઉન્ટરમાં  હત્યા કરી હતી. આ કેસમાં કાર્યવાહીના 210 સાક્ષીઓએ પૂછપરછ કરી હતી, જેમાંથી 92 ને નકારી કાઢવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.