વડાપ્રધાનના કાર્યક્રમ અને રોડ-શોને પગલે અમદાવાદ, જામનગર, ભાવનગર, મોરબીથી રાજકોટ આવતી તમામ એસ.ટી. બસોના રૂટ ડાયવર્ટ કરાયા
રાજકોટમાં આવતીકાલે સૌની યોજનાનું લોકાર્પણ અને દિવ્યાંગોને સાધન-સામગ્રી વિતરણ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે રાજકોટ પધારી રહ્યા છે ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમો અને રોડ-શોને પગલે શહેરના ઘણા બધા મુખ્ય માર્ગો બંધ કરી દેવાયા છે ત્યારે રાજકોટમાં આવતી અને જતી એસ.ટી.બસોના મોટાભાગના ‚ટ ડાયવર્ટ કરવામાં આવ્યા હોવાનું એસ.ટી.ડિવીઝન રાજકોટના વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના કાર્યક્રમ અને રોડ-શોને પગલે અમદાવાદ, જામનગર, ભાવનગર, મોરબી સહિત રાજયભરમાંથી રાજકોટ તરફ આવતી તમામ એસ.ટી.બસોના ‚ટ ગોંડલ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ઉપરોકત તમામ શહેરોમાંથી આવતી એસ.ટી.બસોને ગોંડલ ચોકડીથી એસ.ટી.બસ સ્ટેન્ડ જવા આદેશ આપી દેવાયા છે. એકબાજુ વડાપ્રધાનના આવતીકાલના કાર્યક્રમને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ૧૩૫૦ એસ.ટી. બસો ફાળવવામાં આવી છે. ત્યારે અમદાવાદથી રાજકોટ આવતી એસ.ટી.બસો ગ્રીનલેન્ડ ચોકડીથી બાયપાસ ગોંડલ ચોકડી અને ગોંડલ રોડ થઈને એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે પહોંચશે. જયારે જામનગરથી રાજકોટ આવતી એસ.ટી.બસો પણ ગોંડલ ચોકડી અને ગોંડલ રોડ થઈને એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે પહોંચશે.
વડાપ્રધાન આવતીકાલે રેસકોર્ષમાં સભા સંબોધી દિવ્યાંગોને સાધન-સહાય અર્પણ કરશે. જયારે બીજીબાજુ આજીડેમ ખાતે પણ સૌની યોજનાનું લોકાર્પણ પ્રસંગ અવસરે વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના છે. બંને કાર્યક્રમો બાદ આજીડેમથી રેસકોર્ષ સુધી ૯ કિલોમીટરનો રોડ-શો યોજાશે. આ રોડ-શો આજીડેમથી અમુલ ડેરી ચોક, ચુનારાવાડ ચોક થઈને રેસકોર્ષ સભા સ્થળે પહોંચશે. વડાપ્રધાનના રોડ-શોને લઈને શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો પણ આવતીકાલે સવારથી બંધ કરી દેવાશે. ત્યારે રાજયભરમાંથી રાજકોટ આવતી એસ.ટી.બસોને બસ સ્ટેન્ડ ખાતે પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે તમામ બસાેના ડ્રાઈવરોને ગોંડલ ચોકડીથી ગોંડલ રોડ થઈ એસ.ટી.બસ સ્ટેન્ડ પહોંચવા સુચના આપી દેવામાં આવી છે. સવારે ૧૦ કલાકથી રાત્રે ૧૦ કલાક સુધી વડાપ્રધાનના કાર્યક્રમ અને રોડ-શોને લઈને મોટાભાગના રસ્તાઓ બંધ કરી દેવાયા છે.મુસાફરોની માઠી: ૫ હજારથી વધુ એસ.ટી.ના ‚ટ રદ
વડાપ્રધાન આવતીકાલે રાજકોટમાં સૌની યોજનાના લોકાર્પણ અને દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ કરવા સબબ રાજકોટ પધારી રહ્યા છે ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી મેદની એકઠી કરવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ૧૩૫૦ એસ.ટી.બસોને આ કાર્યક્રમ માટે ફાળવી દેવાતા જે-તે ‚ટ ઉપર જવા મુસાફરોને આવતીકાલે એસ.ટી. બસો નહીં મળે. એક સાથે ૧૩૫૦ બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવાતા રાજકોટ સહિત રાજયભરના ૫ હજારથી વધુ ‚ટ રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આવતીકાલે રાજકોટમાં અને ૩૦મીએ અમદાવાદ, ગાંધીનગર અને મોડાસામાં પણ વડાપ્રધાનનો કાર્યક્રમ હોય. રાજયભરમાંથી એસ.ટી.બસો લઈ લેવાતા મુસાફરોની હાલત દયનીય બની છે. એસ.ટી.બસોના અભાવે નાછુટકે યાત્રિકોએ ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડશે.
તમામ બસોના ડ્રાઈવરોને ગોંડલ ચોકડીથી બસ સ્ટેન્ડ આવવા-જવા સુચના આપી દેવાઈ: સૌરાષ્ટ્રભરમાંથી ૧૩૫૦ એસ.ટી.બસો પી.એમ.ના કાર્યક્રમમાં ફાળવાઈ