સમયની માંગ સાથે બદલાવ લાવતા જીએસઆરટીસીએ હવે એસ ટી બસની મોટાભાગની તમામ માહિતી ઓનલાઈન મળી રહે એ માટે એન્ડ્રોઇડ એપ્લિકેશનને અપગ્રેડ કરી છે
ગોંડલ ડેપો મેનેજર અગ્રવતે જણાવ્યું હતું કે જીએસઆરટીસી દ્વારા એન્ડ્રોઇડ મોબાઈલ માટે ઓનલાઈન સિસ્ટમ (એપ્લિકેશન) અપગ્રેડ કરાઈ છે. આ માટે જીએસઆરટીસીની એપ ડાઉનલોડ કર્યા બાદ ઓનલાઈન બુકીંગ, એડવાન્સ બુકીંગ, ટિકિટ કેન્સલ કરાવવા, કેન્સલ ટિકિટ રિફંડ નું સ્ટેટ્સ, બુકિંગ ની હાલની સ્થિતિ, બસના રૂટ, ટાઈમ ટેબલ, કેન્સલ થયેલ બસ વિશેની જાણકારી, ટિકિટ રિશીડ્યુલ કરવાની સુવિધા, વિદ્યાર્થીઓ માટે બસ પાસ સહિત બસના લાઈવ લોકેશન જાણવાની સુવિધા પણ નવી એન્ડ્રોઇડ એપ્લિકેશન માં ઉપલબ્ધ કરાવાય છે.
આ તમામ સુવિધાઓ આંગળીના ટેરવે મેળવવા જીએસઆરટીસીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ગોંડલ ના ડેપો મેનેજર અગ્રવતે મુસાફરોને અનુરોધ કર્યો છે. ગોંડલ પાસ સીસ્ટમ ટુક સમયમાં ઓનલાઈન કરવામાં આવશે જેથી મુસાફરોએ પાસ કઢાવવા માટે ડેપો સુધી ધક્કા ખાવા ની જરૂર રહેશે નહિ.