સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર હળવદીયા, પાટડીયા, વાગડીયા, પાટડીયા, મેથાણીયા, પાટડીયા જાંબુકીયા પાટડીયા પરિવારના વડોદરા રણુ (પાદરા) માં બિરાજતા તુલજા ભવાની માં ર૪ મો નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહ સંમેલન તા. ર૯-૧ર-૧૯ રવિવાર રણું માં યોજાશે.
માં કુળદેવી તુલજા ભવાની માં રણુ મંદિર સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દર વર્ષ થતો નવચંડી યજ્ઞ પુજન, અર્ચના આરાધના થકી સુખશાંતિ સમૃઘ્ધી અને ઐશ્ર્ચર્ય પ્રાપ્ત થાય છે. ભય કલશ દુ:ખ દ્વારીદ્ર વ્યાધી ઉપાધી જેવા સંસારીક તપોથી આપણી રક્ષા થાય છે.
સવારે ૬ કલાકે માં તુલજા ભવાની માં મંગળા આરતી થશે. સવારે ૭ કલાકે નવચંડી યજ્ઞ પ્રારંભ સવારે ૮ કલાકે ધજા ચડાવવામાં આવશે. સવારે ૯.૩૦ કલાકે દીપ પ્રાગટય તથા સ્મૃતિવંદના સવારે ૧૧.૩૦ કલાકે મહંત આર્શિવચન, બપોરે ૧૨.૩૦ કલાકે આભાર દર્શન: બપોરે ૧.૩૦ કલાકે શ્રીફળ હોમવાનો સમય તથા મહા આરતી બપોરે ૧.૩૦ કલાકે મહા પ્રસાદ, ભોજન સમારંભ આ ર૪માં નવચંડી યજ્ઞના તથા વાર્ષિક સ્નેહસંમેલન માં મુખ્ય દાતા સોની દેવશીભાઇ ઇચ્છારામભાઇ પાટડીયા (પાદરા) તથા મુખ્ય ભોજન દાતા ધીરુભાઇ રમણીકલાલભાઇ પાટડીયા (સુરત) ર૪માં નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહસંમેલ માં રાજકોટથી રણુ બસનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટથી તા. ૨૮-૧૨ શનિવારે સવારે ૬ કલાકે આશાપુરા માં ના મંદીર, પેલેસ રોડ, મંદિરથી ઉપડશે.
બસમાં નામ લખવા માટે જીજ્ઞેશ એન વાગડીયા મો. નં. ૯૭૨૩૩ ૯૦૯૦૯ તથા કેતનભાઇ પાટડીયા મો. નં. ૯૮૨૫૫ ૯૭૬૮૬, ગણેશ જવેલર્સ ૪-પેલેસ રોડ, રાજમંદિર કોલ્ડીંકસની સામે નોંધવામાં આવશે.
આયોજનને સફળ આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ ર૪ મો નવચંડી યજ્ઞના તથા વાર્ષિક સ્નેહસંમેલન સફળ બનાવવા માટે ગીરીશભાઇ માણેકલાલ, પ્રકાશભાઇ શીવલાલભાઇ, ભરતભાઇ કાન્તીભાઇ, ઉપેન્દ્રભાઇ ઇશ્ર્વરલાલ, રાજેશ કાન્તીલાલ, જયેશભાઇ ડાયાભાઇ, વિપુલભાઇ સુર્યકાન્તભાઇ, મહેશભાઇ ગોરધનદાસ, શશીકાન્તભાઇ બાબુલાલ, લાલજીભાઇ હરજીવનદાસ, પ્રકાશભાઇ ભગવાનદાસ, રાજેશભાઇ લાભુભાઇ, પ્રવીણભાઇ ત્રિભોવનદાસ, અરવિંદભાઇ અમૃતલાલ, આનંદભાઇ ભાસ્કરભાઇ, હર્ષદભાઇ શાંતિલાલ, ધીરુભાઇ રમણલાલ, ચિરાગભાઇ અશોકભાઇ, ચંદ્રેશભાઇ દિનેશભાઇ, દિનકરલાલ ચીમનલાલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા હતા.