રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉન કરીને સમગ્ર રાજ્યમાં છૂટછાટ આપવામાં આવી છે જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

ગુજરાતનાં તમામ શહેરોમાં સંપૂર્ણ જાળવણી સાથે દુકાનો,લારીઓ,ગલ્લાઓની દુકાન ખોલવામાં આવી છે. ત્યારે વાત સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં વેપારી એસોસિએશન સાથે તંત્રએ મીટીંગ યોજી હતી.આ મિટિંગમાં સ્વૈચ્છિક લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે સ્વૈચ્છિક લોકડાઉનની મુદત પૂર્ણ થતાં ઇડર નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઘટતાં કોરોનાનાં કેસોને ધ્યાનમાં રાખી ઇડર નગરપાલિકા દ્વારા બજારો ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તારીખ ૨૩ મે રવિવાર થી ૩૦ મેં સુધી ઇડર નાં બજારો ફરી એકવાર ધમધમતાં થશે. સવારે ૯ વાગ્યા થી બપોર ૩ વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બપોર નાં ૩ વાગ્યા પછી રાબેતા મુજબ તમામ ધંધા રોજગાર બંધ રહેશે. તેમજ કોઈપણ વેપારી લોકડાઉનનો ભંગ કરતા ઝડપાઈ તો દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.