આચાર્ય લોકેશજી વિવિધ ધર્મગુરૂઓએ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પુરસ્કાર એનાયત કરાયા
“વિશ્ર્વમાં રહેતા દરેક માનવીને કેટલાક વિશેષ અધિકારો મળે છે, જે વિશ્ર્વને એક સાથે બાંધે છે, દરેક વ્યક્તિનું રક્ષણ કરે છે, તેને વિશ્ર્વમાં મુકતપણે જીવવા દે છે. કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ કિંમતે કોઈ ભેદભાવ ન હોવો જોઈે, કોઈ સમસ્યા ન હોવી જોઈએ, દરેક વ્યક્તિ પોતાનું જીવન આનંદથી જીવી શકે, તેથી માનવ અધિકારોની રચના કરવામાં આવી. માનવ અધિકાર દિવસ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશય સાથે ઉજવવામાં આવે છે. આત્મનિર્ભરતા સર્વગ્રાહી વિકાસ દ્વારા જ શકય છે, માત્ર એક કે બે ક્ષેત્રોમાં સારું કામ કરવું પુરતુ નથી, પરંતુ તમામ ક્ષેત્રોનો વિકાસ જરૂરી છે, જેમાં માનવતાનો વિકાસ પણ સર્વગ્રાહી રીતે થવો જોઈએ. ‘સુરેશ પ્રભુ કહે છે.
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ નિમિત્તે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ હ્યુમન રાઈટસ, લિબર્ટીઝ એન્ડ સોશિયલ જસ્ટિસ દ્વારા આયોજિત ‘ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટસ ઓનર 2021’ના વિતરણ સમારોહ બાદ કોન્ફરન્સ દરમિયાન પોતાના નિવેદનમાં તેમણે આ વાકય કહ્યું હતું. આ પ્રસંગે વિશ્ર્વ શાંતિ રક્ષક ડો.આચાર્ય ડો.લોકેશજી, બૌધ્ધ બિક્કુ સંઘસેનાજી, અખિલ ભારતીય ઈમામ સંગઠનના પ્રમુખ ઉમર અહેમદ ઈલ્યાસીજી અને મારવાહ સ્ટુડિયોના પ્રમુખ સંદીપ મારવાહ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
માનવ અધિકાર એ એવા મૂળભૂત કુદરતી અધિકારો છે કે જેનાથી જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ વગેરેના આધારે મનુષ્યને વંચિત અથવા દલિત કરી શકાય નહીં. સમાજનાં તમામ વર્ગોએ એક થવું પડશે અને મુખ્ય ધારા સાથે જોડાવું પડશે, તો જ માનવ અધિકાર દિવસનો હેતુ સિધ્ધ થશે. બૌધ્ધ બિખ્ખુ સંઘસેનાજીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ 2021ની થીમ ‘અસમાનતાઓ ઘટાડવા અને માનવ અધિકારોને આગળ વધારવી’ છે.
આ પ્રસંગે વિશ્ર્વ શાંતિદૂત આચાર્ય ડો.લોકેશજી, ડો.રાજુ, આઈએચઆરએસી વિવિધ ધર્મગુરૂઓ, ઉપસ્થિત મહાનુભાવોએ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, તેમના પત્ની અને તમામ અગિયાર શહીદોને શ્રધ્ધાંજલી અર્પી હતી અને મૌન પાળ્યું હતું.