જેમનાં ટેરવાંની તાકાતે કચ્છી રબારી હરીભરી ભરતકામને વિશ્વસ્તરે લોકપ્રિય બનાવ્યું છે એમના એ જ ટેરવાં આજે ઈ-માર્કેટીંગથી મિલીયોનર હાઉસવાઈફ્ના નામે વંચાયા અને 70થી વધુ પ્રકારની પાબીબેગથી પ્રસિધ્ધ થયા એવા પાબીબેન કોઈના પરિચયના મોહતાજ નથી. ભારતના રબારી સમાજના પ્રથમ મહિલાઉદ્યોગ સાહસિક એવા ચાર ચોપડી ભણેલાં પણ કોઠાસુઝ્થી ઈ-બિજ્નેસ વુમનીયા બની સોશિયલ અને ઈ-મીડિયાનો ઉપયોગ કરી તેમના ઢેબર રબારીસમાજ અને આસપાસની અનેકો મહિલાઓની રોજગારી બની સૌને આત્મનિર્ભર જીંદગી જીવાડી રહયા છે.
18થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ અને હોલિવુડ-બોલિવુડ અને વૈશ્વિક્સ્તરે આગવી ઓળખ બનેલાં મુંદ્રા તાલુકાના ફુકડ્સર ગામનાં દિકરી અને અંજાર તાલુકાના ભાદ્રોઈ ગામનાં લક્ષ્મણભાઈ રબારીના ધર્મપત્ની પાબીબેન કચ્છના કોહિનુર છે. વૈશ્વિક સ્તરે ભરતકામની આગવી ઓળખ ઉભી કરનાર પાબીબેનને વિશ્વ મહિલાદિને સો સલામ …..ઓહ્હ્હ વુમનીયા હા….વુમનીયા…