હમ કિસી સે કમ નહીં… ગુજ્જુ ફિલ્મે કાઠું કાઢ્યું
ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કદાચ હમણા પિતા પુત્રના સંબંધો પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે
રણવીર સિંહ કે વિકી કૌશલની ફિલ્મો ધૂમ મચાવી રહી છે. તો ઢોલીવૂડની ગુજ્જુ ફિલ્મો પણ કાંઈ કમ નથી. ફિલ્મ ચાલ જીવી લઈએને દરેકે કહ્યું હતું કે ચાલ જોવા જઈએ. ફિલ્મમાં ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરિયા છે, સાથે જ યશ સોની અને આરોહી પહેલીવાર સાથે આવ્યા છે. બેસ્ટ ઓફ લક લાલુ અને કેરી ઓન કેસર જેવી દમદાર સ્ટોરી સાથેની ફિલ્મો આપી ચૂકેલા વિપુલ મહેતાએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. તો ફિલ્મની સ્ટોરી પણ તેમણે જ લખી છે. સ્ક્રીન પ્લે અને ડાયલોગમાં વિપુલ મહેતાને સાથ આપ્યો છે જૈનેશ ઈજારદારે. તો તો કોકોનટ મોશન પિક્ચર્સના બેનર અંતર્ગત બનેલી ફિલ્મને રશ્મિન મજીઠિયાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મએ હાલ તો સફળતા મેળવી લીધી છે
ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કદાચ હમણા પિતા પુત્રના સંબંધો પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પહેલા ’વેન્ટીલેટર’ પછી ’બાપ રે’ અને હવે ’ચાલ જીવી લઈએ’ પણ બાપ-દીકરાના સંબંધોને જ દર્શાવે છે. એક નિવૃત્ત પિતા બિપીનચંદ્ર પરીખ પોતાના એકના એક સંતાન આદિત્ય જોડે ટાઈમ વીતાવવા ઈચ્છે છે, પણ આદિત્યને પૈસા કમાવા છે, તેની પાસે ટાઈમ નથી. બસ આ વાત બિપીનચંદ્રને ગમતી નથી. અને તેઓ વારંવાર આદિત્યને જીંદગી જીવી લેવા સમજાવે છે. તેમાંથી જે કોમેડી નીકળે છે, તે કોમેડી ફિલ્મને પકડી રાખે છે.ગુજ્જુભાઈ ફરી તેમની આગવી અદામાં મોજ કરાવે છે. સિદ્ધાર્થ રાંદેરિયાની ડાયલોગ ડિલીવરી અને કોમેડી ટાઈમિંગ જબરજસ્ત છે. આરોહી દર વખતની જેમ નેચરલ છે, લાગતું જ નથી કે તે એક્ટિંગ કરી રહી છે, એટલી સહજતાથી તેણે રોલ નિભાવ્યો છે. યશ સોની ટેલેન્ટેડ એક્ટર છે. જો કે ફિલ્મના ઈમોશનલ સીન્સમાં તે ક્યાંક ક્યાંક વીક પડે છે. અને ફિલ્મમાં હા અરૂણા ઈરાની પણ તમને લાંબા સમયે ગુજરાતી બોલતા જોવા મળશે.જો ફિલ્મના બેસ્ટ પાસાઓની વાત કરીએ તો સૌથી પહેલું આવે લોકેશન્સ. ડિરેક્ટર વિપુલ મહેતાએ શાનદાર લોકેશન્સ સિલેક્ટકર્યા છે. અને તેને સિનેમેટોગ્રાફી દ્વારા અદભૂત કંડારાયા છે. કદાચ જોઈને તમને વેકેશન મનાવવા ઉત્તરાખંડ પણ પહોંચી જાવ. ઉત્તરાખંડનું કલ્ચર પણ ફિલ્મમાં અદભૂત રીતે ઝીલાયું છે. ટૂંકમાં ગુજરાતી અર્બન સિનેમા બોલીવુડને કહે છે કે હમ કિસી સે કમ નહી.