રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે યુવા અધિકારી દેવ ચૌધરીએ ચાર્જ સાંભળ્યો છે. તેઓએ ચાર્જ સંભાળતી વેળાએ ગામડાઓનો વિકાસ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરીએ ચાર્જ સાંભળ્યો: શિક્ષણ, રોડ-રસ્તા અને પાણી સહિતની પાયાની સવલતો વધુ અસરકારક બનાવવાનો નિર્ધાર
રાજકોટના જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાની બદલી થતા તેઓની જગ્યાએ દેવ ચૌધરીને મુકવામાં આવ્યા છે. આજે તેઓએ વિધિવત રીતે ચાર્જ સંભળ્યો હતો. તેઓએ ગામડાના વિકાસ ઉપર વિશેસ ધ્યાન આપવાનું જણાવ્યું હતું સાથે તેઓએ કહ્યું કે જિલ્લામાં શિક્ષણનું સ્તર વધુ સુધરે તે પ્રકારે પગલાં લેવામાં આવશે. આ સાથે તેઓએ રોડ- રસ્તા અને પાણી સહિતની પાયાની સવલતોને વધુ અસરકારક બનાવવાનું પણ જણાવ્યું હતું.
વહીવટી ટીમવર્ક થકી અનેક મહત્વનાં વિકાસ કામો પાર પાડયા: અનિલ રાણાવસિયા
રાજકોટ જીલ્લા પંચાયતનાં ઈતિહાસનાં છેલ્લા ત્રણ દાયકામાં સૌથી વધુ કાર્યકાળ ભોગવનાર ડીડીઓ રાણાવસીયાએ ગઈકાલે ચાર્જ છોડયો છે. તેઓએ જણાવ્યું હતું કે વહીવટી ટીમવર્ક થકી કાર્યકાળ દરમ્યાન અનેક મહત્વનાં વિકાસ કામો પાર પાડયા હતા.તાલુકા કક્ષાએ રૂબરૂ જઈને સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કરવાનો કોન્સેપ્ટ અપનાવ્યો હતો જીલ્લા પંચાયત તાલુકાને દ્વાર કોન્સેપ્ટ ઘણો, સફળ રહ્યો હતો.
પાંચ તાલુકા કવર કરવામાં આવ્યા હતા.ત્યાં કોરોના પરિસ્થિતિ ઉદભવતા આગળ વધારી શકાયો ન હતો. કોરોનાકાળમાં પણ રાજકોટ જીલ્લાની કામગીરી નમુનેદાર રહી હતી. ગામડે ગામડે આરોગ્ય વિભાગ પહોંચ્યુ હતું. પ્રથમ લહેર વખતે તો ગામડાઓને મોટાભાગે ઘણા અંશે કોરોના મુકત રાખી શકાયા હતા.