ઈન્ટરનેશનલ ડે ઓફ પર્સન વીથ ડિસેબલ
જહાં ચાહ હૈ, વહાં રાહ હૈ
‘મુકમ કરોતી વાચાલમ પંગુલમ ધ્યૈય કિંચતે’ કહેવાય છે કે, જો દ્રઢ નિશ્ચય અને ડેડીકેશન હોય તો અપંગ પણ પર્વતોને ઓળંગી જાય છે. અને અત્યારે તો જમાનો સ્ત્રી સશક્તિ કરણનો છે. ત્યારે ૨૩ વર્ષીય નિષ્ઠા દુદેજાએ દિવ્યાંગ બાળકોનું પ્રહોત્સાહન વધારવાની સાથે એક ઉમદા ઉદારણ પાડયું છે.
મિડલ કલાસ પરિવારમાં જન્મેલી નિષ્ઠાને ડીસેબલ પરશન એમ પાવરમેન્ટનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આજરોજ દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં આયોજીત એવોર્ડ સેરેમોનીમા નિષ્ઠાને રોલ મોડલ તરીકે ચયન કરવામાં આવ્યું હતું.
મીઠીબાઇ કોલેજમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતી નિષ્ઠા દિવ્યાંગ હોવા છતાં સ્પોસ્ટ, જુડો, ટેનિશ અને રાષ્ટ્રીય તેમજ આંતર રાર્ષ્ટય સ્તરે ભારતનું ગૌરવ વધારી ચુકી છે. ૨૦૧૫માં યોજાયેલા વર્લ્ડ ડીફ ટેનિશ ચેમ્પીયનસીપ હોય કે તુર્કી અને બલગારીયાની ચેમ્પીયનશીપ હોય નિષ્ઠાએ નિષ્ઠાપુર્વક દેશનું ગૌરવ વધારવાની સાથે સાબીત કરી બતાવ્યુ છે કે સ્પેશ્યલ ચાઇલ્ડ હોવા છતા કોઇ પણ પડકારોનો સામનો કરી શકાય છે જેના માટે માત્ર ઇચ્છા શક્તિની જ જર છે.
રાજપૂતાના ડીફ આર્ટ એન્ડ કલ્ચર સોસાયટી આયોજીત સ્પર્ધામાં ભારતની પેઝન્ટ તરીકે નિષ્ઠાનું નામ ઉભરી આવ્યું હતુ. સ્પર્ધા દરમિયાન નિષ્ઠાના આત્મવિશ્વાસ અને ફેશન સેન્સના કારણે ક્રાઉન મેળવવામાં સફળ રહી હતી. કાનથી ઓછુ સાંભળી શકતી છતાં તેની ભાષા ઓબ્ઝવઝન સ્કીલ અને આત્મવિશ્વાસને કારણે નિષ્ઠા તમામ પડકારોનો સામનો કરી આગળ વધી છે.