સામાજિક સંસ્થા-શાળાઓમાં ગણતંત્રદિનની રંગારંગ ઉજવણી
ધ્વજવંદન કરી શાનથી સલામી અપાઈ:વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી સૌને મંત્રમુગ્ધ કર્યા
પ્રજાસતાક પર્વ નિમિતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર રાષ્ટ્રપર્વના રંગે રંગાયું હતુ જિલ્લા-તાલુકા મથકે, સામાજિક સંસ્થાઓ, શાળાઓમાં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે રાજકોટમાં રાજયકક્ષાની શાનદાર ઉજવણી થઈ હતી.
રાજકોટ શહેરની જુદી જુદી સામાજીક સંસ્થાઓ, શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં વિદ્યાર્થીઓએ દેશભકિતના ગીતો પર ડાન્સ તથા પાત્ર ભજવી લોકોનું મનોરંજન કર્યું હતુ.
રાજકોટ નાગરીક સહકારી બેંક
રાજકોટ નાગરીક સહકારી બેંક લી. દ્વારા ૭૧માં પ્રજાસતાક પર્વની ગરીમાપૂર્ણ ઉજવણી રાજકોટમાં હેડ ઓફીસ, અરવિંદભાઈ મણીઆર નાગરીક સેવાલયમાં અને બહારગામની તમામ શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ રાજકોટ ખાતે અતિથિ વિશેષ તરીકે મૌલેશભાઈ ઉકાણી અને ડો. ઉપેન્દ્ર કુલકર્ણી ઉપરાંત નલીનભાઈ વસા, જીવણભાઈ પટેલ, જયોતીન્દ્રભાઈ મહેતા કલ્પકભાઈ મણીઆર, ટપુભાઈ લીંબાસીયા, ડિરેકટર ગણ સહિતના શાખા વિકાસ સમિતિનાં સદસ્યો, ડેલીગેટ, આમંત્રીત મહેમાનો અને નાગરીક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
સરગમ ચિલ્ડ્રન કલબ
સરગમ કલબ ચિલ્ડ્રન કલબના તમામ બાળ સભ્યો માટે ૨૬ જાન્યુ.એ પ્રજાસત્તાક પર્વ નિમિતે દેશભકિત કાર્યક્રમ અને ફિલ્મી શોનું આયોજન કરાયું હતુ આ તકે દેશભકિતના ગીત રજૂ થતા સરગમ કલબના હોદેદારો અને બાળકોએ તિરંગો લહેરાવ્યો હતો.
સરગમ ચિલ્ડ્રન કલબના ૩૦૦૦ બાળ સભ્યો માટે પ્રજાસતાક પર્વ નિમિતે ફિલ્મી શોનું આયોજન કરાયુ હતુ આ પૂર્વે હેમુ ગઢવી નાટયગૃહમાં દેશભકિત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વંદે માતરમ ગીત પર સરગમ કલબના હોદેદારો અને તમામ બાળકોએ તિરંગો લહેરાવી ભારત માતાકી જય, વંદે મારતમના નારા લગાવ્યા હતા.
રોયલ પાર્ક સ્થાનક જૈન
રાજાણી નગરી રાજકોટનાં આંગણે બૃહદ રાજકોટ જૈન સમાજ દ્વારા રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ સી.એમ. શેઠ પૌષધશાળામાં ૨૬મી જાન્યુ.ના રોજ ધ્વજવંદન કરવામાં આવેલ હતુ. રાષ્ટ્રસંત નમ્રમૂનિ મ.સા.પ્રેરીત લુક એન લર્નના બાળકો, અર્હમ ગ્રુપના યુવાનો દીદીઓ, રોયલપાર્ક યુવા મંડળ રોયલપાર્ક મહિલા મંડળ વિશિષ્ટ આઈટમો તથા કાર્યક્રમો રજૂ કરેલ હતા. રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ સી.એમ.શેઠ પૌષધશાળામાં સંઘ પ્રમુખોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતો. રાજકોટના લુક એન લર્નના ૭૦૦ ઉપરાંત બાળકો યુવાનો વિગેરે જોડાયેલ હતા.
દિવ્ય જયોત ટ્રસ્ટ
દિવ્ય જયોત એકયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત ૨૬મી જાન્યુ. અંતર્ગત બ્લડ ડોનેશન રાખેલ હતુ અને ટ્રસ્ટ સભ્યદ્વારા સવારે ૯ કલાકે ધ્વજવંદન કાર્યક્રમ રાખેલ હતો. આ શુભ પ્રસંગે મુસ્લિમ સમાજના ધર્મગૂરૂ તથા નિવૃત પીએસઆઈ ચાણીયા તથા વોર્ડના નગરસેવકદિલીપભાઈ આસવાણી તથા નગરજનો અને મિત્ર મંડળ અને વેપારીભાઈઓ ઉપસ્થિત રહેલ હતા.
સેલવાસ
દાદરા નગર હવેલીના સેલવાસ સ્ટેડીયમ ખાતે ૨૬મી જાન્યુઆરીને પ્રજાસતાક દિવસ નિમિતે કલેકટર સંદીપકુમાર સિંગના હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમ નિહાળ્યો હતો જેમાં ધ્વજારોહણ બાદ પોલીસ વિભાગ રીઝર્વ બટાલિયન ફાયર સર્વિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પછી પરેડનુ નિરિક્ષણ કરી સલામી ઝીલી હતી બાદમાં કલેકટરે ઉદબોધન કર્યું હતુ,ત્યારબાદ પોલીસકર્મીઓ આઈ.આર.બી.એન.,ગૃહરક્ષક દળ અને એન.સી.સી.કેડેટ્સ દ્વારા માર્ચપાસ્ટ કર્યું હતું બાદમાં પ્રાથમિક શાળા,માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા બાલભવનના બાળકો દ્વારા માસ્ડ્રીલ ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો
આદિત્ય સ્કૂલ
આદિત્ય સ્કૂલમાં ૭૧મા ગણતંત્રના પરિપ્રેક્ષ્યમાં રાજકોટનાં કોંગ્રેસ અગ્રણી અને જાણીતા આકીટેક પ્રદિપભાઈ ત્રિવેદીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી, રાષ્ટ્રગીત સાથે રાજકોટ મ્યુ. કોર્પો. સંચાલીત પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય ડો. રાજેશ ત્રિવેદી, શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ ધ્વજવંદના કરી હતી. ત્યારબાદ આનુસંગીક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
બાલભવન-સનસાઈન સ્કુલ
બાલભવન અને સનસાઈન સ્કુલના ઉપક્રમે તા.૨૬ જાન્યુ.ના રોજ સવારે ૯ કલાકે ૭૧માં ગણતંત્ર દિવસે બાલભવનના માનદ મંત્રી તથા પૂર્વ શ્રમમંત્રી (ગુ.રા.) મનસુખભાઈ જોશીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ ટુંકુ વકતવ્ય આપતા બાળકોને નીડર બનવા તથા હોશિયાર બની દેશની અખંડિતતા જાળવવા શુભેચ્છા પાઠવી હતી. સનસાઈન સ્કુલના બાળકોએ જૂની રમતો તથા યોગ પ્રાણાયામો તથા પરેડ કરી પ્રજાસત્તાક ગણતંત્ર દિન ઉજવ્યો હતો.
કિશોરસિંહજી સ્કુલ
કિશોરસિંહજી તાલુકા શાળા નં.૧માં ૭૧માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દીકરીને સલામ દેશને નામ અંતર્ગત શાળાની પૂર્વ વિદ્યાર્થીની બીના અગ્રવાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. ત્યારબાદ તાજેતરમાં જન્મેલી બાળકીને કીટ આપવામાં આવી હતી.
ઈશ્વરીયાની મોદી સ્કુલ ખાતે ગણતંત્ર દિન ઉજવાયો
૭૧માં પ્રજાસતાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સુકતા પૂર્વક કરવામાં આવી હતી, ને પૂરો દેશ દેશભકિતમાં એકલીન થઈ ગયો હતો. દેશભકત દરેક નાગરીકમાં નીખરી ઉઠી હતી. મોદી રેગ્યુલર, ડે એન્ડ બોર્ડીંગ સ્કુલ ઈશ્વરીયા માટે પ્રજાસતાક પર્વને મોદી સ્કુલ પરિવારે ખૂબ જ ઉમંગભેર ઉજવ્યો હતો. સૌ પ્રથમ માર્ચ ૨૦૧૯ ધો.૧૦ ગુજરાતી માધ્યમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની નંદાણી ખુશાલીનું શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ ત્યારબાદ ખુશાલીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ દેશભકિતને અનુપ વિદ્યાર્થીઓ એ અલગ અલગ દેશભકિત ગીત પર ડાન્સ, પિરામીડ બેલેન્સીંગની રમત વિગેરે કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર. પી.મોદીએ વિદ્યાર્થીઓને પોતાના વકતવ્યમાં પ્રજાસત્તાક પર્વ અંતર્ગત કહ્યું હતુ કે આદિવસે ભારતનાં રાષ્ટ્રપતિ પરેડમાં ભારતના જુદા જુદા પ્રદેશની સલામી ઝીલે છે.
વેલનાથ પે. સેન્ટર શાળા
વેલનાથ પે. સેન્ટર શાળા નં. ૭૧ ખાતે ૨૬મી જાન્યુ.ના દિવસે વેલનાથપરા વિસ્તારમાં છેલ્લા ૧ વર્ષમાં જન્મ લીધેલ કુલ ૧૬ દિકરીઓની માતાઓનું શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું વેલનાથપરા વિસ્તારની બંને આંગણવાડીના સંચાલક બહેનોના સહયોગથી થયેલ સર્વેના આધારે આચાર્ય જગતીયા રજનીકાંત અને સ્ટાફના સંકલનથી કાર્યક્રમ સફળ બનાવેલ હતો.
વિરાણી બહેરા મુંગા સ્કુલ
દિવ્યાંગ બાળકોને શિક્ષણ તથા વ્યવસાયીક તાલીમ આપતી ખૂબ જ જૂની અને જાણીતી સંસ્થા છ. શા. વિરાણી બહેરા મુંગા શાળા રાજકોટના પટાંગણ ખાતે ૭૧માં પ્રજાસતાક દિનની ઉજવણી ખૂબજ હર્ષ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી. તાજેતરમાં જ પ્રાદેશિક કક્ષાના ઉમંગ ઉત્સવમાં ભાગ લઈ દ્વિતિય સ્થાને વિજેતા બનેલ ધો.૨થી ધો.૫ ની ૧૨ સવષૅની નાની દિકરીઓના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ સંસ્થાના પ્રમુખ રજનીભાઈ બાવીશી,માનદ મંત્રીહસુભાઈ જોષી તથા આચાર્ય કશ્યપભાઈ પંચોલી વિગેરેએ બાળકોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.
દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદના સાહેબ દ્વારા ગણતંત્ર દિનની ભવ્ય ઉજવણી
દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝહોલીનેશ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.) દ્વારા ૭૧માં પ્રજાસત્તા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ના ઉ૫સ્થિતમાં મુંબળ ખાતે કોર્ટ વિસ્તારમાં આવેલ બદરી મહેલ પાસે ૭૧મા પ્રજા સત્તાક દિવસ નીમીતે રાષ્ટ્રઘ્વજ ફરકાવીને રાષ્ટ્રગીત ગાઇને સલામી આપીને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે હજારોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના ભાઇઓ તથા બહેનો ઉ૫સ્થિત રહ્યા હતા.