હજ યાત્રિકો માટે આનંદો…
૨ લાખ હજ યાત્રીઓ વિના સબસિડી હજ યાત્રાનું પુણ્ય પ્રાપ્ત કરશે
ભારતના હજ યાત્રા પર પહેલા ૨૫૦૦૦ લોકો જ જઈ શકતા હતા જેને હવે સાઉદી અરેબીયાએ ૨ લાખ યાત્રીકો માટે મંજૂરી આપી દીધી છે. કહેવામાં આવે તો ભારતમાંથી આ વખત હજ યાત્રા માટે ૨ લાખ લોકોએ અરજી કરી હતી જે સાઉદી અરેબીયાએ તમામ અરજીઓનો સ્વીકાર કર્યો છે. ત્યારે ભારતના વિવિધ રાજયોમાં જેવા કે યુપી, પં.બંગાળ, બિહારના તમામ અરજદારોને હજ જવાની મંજૂરી આપી દેવામાં આવી હોવાનો લઘુમતી મંત્રાલયે આ અંગે જાહેરાત પણ કરી છે.
શુક્રવારના રોજ સાઉદી અરબ સરકારે ભારત સરકારનો હજ કવોટા વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હોવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેથી હવે દર વર્ષે ભારતીયો સરળતાથી હજ યાત્રાએ જઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સાઉદી અરબના રાજવીઓના દોસ્તાના સંબંધોના ફળ ભારતને હવે મળવા લાગ્યા છે.
ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી આવેલા સાઉદીના કુંવર મોહમદ બીન સલમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મીટીંગમાં ભારતના હજ કવોટામાં ૨૫૦૦૦ના બદલે બે લાખ સુધીની મંજૂરી આપી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી સાઉદી સરકારે ભારતનો હજ કવોટા વધારવાનો નિર્ણય લઈ તેના પર મંજૂરીની મહોર પણ લગાવી દીધી છે. ભારતના વિવિધ રાજયો જેવા કે ઉત્તરપ્રદેશ, પં.બંગાળ, આદામાન નિકોબારના ટાપુ, દાદરાનગર હવેલી, ગોવા, મણીપુર, લદ્વદીપ, પોંડીચેરી, પંજાબ સહિતના તમામ હજ માટેના અરજદારોને મંજૂરી પણ મળી ગઈ છે.
મંજૂરી મળતા જ આ વર્ષે ૨ લાખ ભારતીયો વિના સબસીડી હજ યાત્રાનું પુણ્ય પ્રાપ્ત કરી શકશે. કારણ કે પહેલા જે સબસીડી આપવામાં આવતી હતી તેને બંધ કરી દેવામાં આવી છે. જેનાથી ગેરરીતિ જે આચરવામાં આવતી હતી તે નહીં આચરવામાં આવે અને સાચા હૃદયથી અને સાચી રીતે હજ યાત્રા પર જનાર મુસ્લીમ ભાઈઓ માટે આ ખુબજ મહત્વપૂર્ણ બની રહેશે.