- પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી 1 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક: અમદાવાદમાં ચાલી રહેલો કાંકરિયા કાર્નિવલ રદ કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર ઘોષણા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની જૈફ વયે ગઇકાલે રાતે દુ:ખદ નિધન થતાં દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત રાજય સરકારના તમામ મંત્રીઓએ પોતાના સરકારી કાર્યક્રમો રદ કરી નાખ્યા હતા. આજે સરકારી કચેરીઓમાં પણ રાષ્ટ્રઘ્વજ અડધી કાંઠાએ ફરકાવવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ પૂર્વ પી.એમ.ને શ્રઘ્ધાંજલી અર્પણ કરી હતી.
વર્ષ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન પદે સેવા આપનાર, વિશ્ર્વના ટોચના અર્થશાસ્ત્રી અને આરબીઆઇના પૂર્વ ગર્વનર મનમોહન સિંહનું 92 વર્ષની વયે ગઇકાલે રાતે નિધન થતા કેન્દ્ર સરકાર દ્વારા આગામી 1 જાન્યુઆરી 2025 સુધી અર્થાત સાત દિવસ સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તમામ સરકારી કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંજ રાજય સરકારના મંત્રી મંડળના તમામ સભ્યોએ પોતાના આજના તમામ સરકારી કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા હતા. આગામી સાત દિવસ સુધી રાજય સરકાર દ્વારા એક પણ સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં.
આજે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ ઉ5સ્થિતિમાં ‘સ્વામિત્વ’ પ્રોપર્ટી કાર્ડ ઇ- વિતરણ સમારોહ યોજાવાનો હતો જે રદ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હાલ કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય શોકના પગલે આજે કાંકરિયા કાર્નિવલ રદ કરી દેવાની જાહેરાત એએમસી દ્વારા કરવામાં આવી છે. દરમિયાન ફલાવર શો પણ હવે 1 જાન્યુઆરી બાદ શરૂ કરવામાં આવશે. રાજય સરકાર દ્વારા પણ યોજાનારા તમમ કાર્યકમો એક સપ્તાહ માટે રદ કરી દેવામાં આવ્યા છે. હાઇ કમિશન અને દુતાવાસમાં આગામી 1 જાન્યુઆરી સુધી રાષ્ટ્ર ઘ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા જયાં 365 દિવસ રાષ્ટ્રઘ્વજ ફરકાવવામાં આવે તે પણ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યા હતા. ગુજરાત ભરમાં શોકનો માહોલ સર્જાય ગયો છે.