સફળ બિઝનેસમેનની વાર્તા યુવાઓને પ્રેરણા પુરી પાડશે
કાલથી હિન્દી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ: રાજકોટના અનેક કલાકારોએ ફિલ્મમાં અભિનય થકી બોલીવૂડમાં કર્યુ પદાર્પણ
ગુજરાતી ફિલ્મ ‘રીઝવાન’કાલથી તમામ સિનેમાઘરોમાં રીલીઝ થનાર છે.
આ હિન્દી ફિલ્મ સત્ય ઘટના પર આધારિત પોરબંદરના રિઝવાન આડતીયાની કથા છે. તેમના સંઘર્ષની કથા છે. જે પોરબંદરથી સત્તર વર્ષની ઉંમરે આફ્રિકા જાય છે. કપરા સંજોગનો હિમ્મત હાર્યા વગર સામનો કરે છે અને સફળતાના એક પછી એક શિખરો સર કરતા જાય છે. આજે આફ્રિકામાં રીઝવાન આડતીયાની એક સફળ બીઝનેસમેનમાં ગણના થાય છે.
રીઝવાન આડતીયાની એક મોટા દાનવીર તરીકે પણ ગણના થાય છે. સેવા આ કર્યો માટે રીઝવાન આડતીયા ફાઉન્ડેશનના સેંકડો પ્રોજેકટો એશિયા અને આફ્રિકામાં ચાલે છે.
આ ફિલ્મ સૌને પ્રેરણા આપે છે કે જીવનના ઉતાર ચઢાવ વચ્ચે પોઝીટીવે એટ્ટીટયુડ અને સખત મહેનતથી આપણા સપનાઓને કઇ રીતે પુરા કરવા.
આ ફિલ્મનું શુટીંગ ત્રણ દેશમાં થયેલું છે. પોરબંદર, મોઝામ્બિક અને કોંગો, આ ફિલ્મના પ્રોડકયુસર અને ડીરેકટર હરેશ વ્યાસ છે. જે મોરેશિયસમાં સ્થાયી છે. ફિલ્મના મ્યુઝીક ડિરેકટર પ્રખ્યાત બાલા બાલા ફેમ સોહીલ સેન છે. સ્ટોરી ડોકટર શરદ ઠાકરની છે સ્કિપ્ટ અને ડાઇલોગ હરેશ વ્યાસના છે ઉદીત નારાયણ અને અલ્તમસ ફકરી એ ફિલ્મના ગીતો ગયા છે.
આ ફિલ્મના કલાકારો વિક્રમ મેહતા, જલ્પા ભટ્ટ, ભાર્ગવ ઠાકર, હિતેશ રાવલ, દિગીશા ગજજર અને કયુરી શાહ વગેરેએ અભિયનના ઓજસ પાથર્યા છે. કાલે રીલીઝ થનારી હિન્દી ફિલ્મ રીઝવાન ટોટલ કમાણી રીઝવાન આડતીયા ફાઉન્ડેશનમાં વપરાશે. આ ફાઉન્ડેશન હેલ્થ, એજયુકેશન, ફુડ સિકયુરીટી વગેરે માટે કાર્યરત છે. આ ઉપરાંત ફાઉન્ડેશનને માળીયા હાટીના ગામને દતક લીધું છે. તેના વિકાસ માટે પણ સતત કાર્યરત છે.
નિર્દેશક હરેશ વ્યાસ કહે છે કે રિઝવાન ફિલ્મના પ્રસંગને તમો રુપેરી પડદે જોશો તે મારા માટે એક સપનું હતું જે હવે સાકાર થયું છે. અને હું સ્વાભાવિક રીતે ખુબ જ ખુશ છું અને આ હકીકત પર ગર્વ અનુભવું છુઁ અમે આ ફિલ્મ સાથે સંપૂર્ણ ન્યાય કરવાનો પ્રયાસ કર્યો છે કારણ કે તે સાચી જીવનની વાર્તા પર આધારીત છે. જો કે તે અમારા દરેક માટે એક મોટો પડકાર હતો. એક જીવંત વ્યકિત માટે એક ફિલ્મ તરીકે જીવનની સફળ બનાવવી અને જનતાનું મનોરંજન કરતી વખતે કોઇ જીવંત વ્યકિતની પ્રતિભા ને હાની ન પહોંચે છતાં તથ્યને જાળવવું એ એકદમ મુશ્કેલ કાર્ય હતુંં. તમામ કલાકારોએ ફિલ્મને જીવંત બનાવવા માટે ખુબ મહેનત કરી છે અને મને ખાતરી છે કે પ્રેક્ષકો આ ફિલ્મ પસંદ કરશે.
ફિલ્મમાં રીઝવાન આડતીયાની ભુમ્કિા ભજવનાર અભિનેતા વિક્રમ મહેતા કહે છે આ બાબતે મને ગર્વ થાય છે કે આ ફિલ્મમાં રિઝવાન આડતીયાની ભુમિકા નિભાવવા માટે મને પસંદ કરવામાં આવ્યો. ડિરેકટર હરેશ વ્યાસના મનમાં પાત્ર બનવા માટે મેં ખુબ જ તણાવપૂર્ણ અને મુશ્કેલ ઓડિશન આપ્યું. આ શિક્ષણ ફકત ફિલ્મ માટે જ નહોતું પરંતુ તે મારા જીવન દરમ્યાન મને માર્ગદર્શન આપશે કારણ કે હું મારા જીવનમાં અમુક સકારાત્મક પાસા લાવવામાં સફળ થયો છું. પ્રેક્ષકો મારી સખત મહેનતની સફળતા અંગે નિર્ણય કરશે.
ખાસ કરીને યુવા વર્ગ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહે તેવી આ ફિલ્મ લોકોને પસંદ પડશે તેવો ફિલ્મ રિઝવાન ના તમામ કલાકારોએ અને ખુદ રિઝવાન આડતીયા એ વિશ્ર્વાસ જતવ્યો હતો ત્રણ અલગ અલગ દેશો કોંગો મોઝામ્બિક અને ભારતમાં શૂટ થયેલી આ ફિલ્મમાં થ્રીલ અને ડ્રામા પણ છે અને પ્રેરણાત્મક સંદેશ પણ છે. લોકો ફિલ્મ જોવા થીયેટરમાં જવા સમગ્ર ટાઇમ દ્વારા જણાવાયું છે.
ફિલ્મ અંગેની વિગતવાર માહીતી આપવા સ્ટાર કાસ્ટ સાથે પત્રકાર પરિષદ યોજાઇ હતી.