સતત ચોથા વર્ષે એક દિવસીય નવરાત્રીમાં અદ્યતન ગ્રાઉન્ડમાં પાંચ હજારથી પણ વધુ ખેલૈયા ઝુમી ઉઠશે: આયોજકો અબતકને આંગણે

રાજકોટમાં સમસ્ત પ્રજાપતિ સમાજમાં એકતા, સંગઠન અને વિકાસ ને વધુ મજબુત બનાવવા માટે સમસ્ત પ્રજાપતિ ગ્રુપ- રાજકોટ(એસપીવાયજી) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દિવસીય રાસોત્સવ નવરાત્રીનું બુધવાર સાંજે સાત કલાકે સહિયર કલબ ફનવર્લ્ડ ની બાજુમાં રેસકોર્સ મેદાન રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ ગ્રાઉન્ડમાં પ૦૦૦ ખેલૈયાઓ રમી શકે તેટલી ક્ષમતા છે. સાથે મેટ ગ્રાઉન્ડ, હાય ફાય લાઇન એર સીસ્ટમ અને નામાંકિત સિંગરો રાહુલ મહેતા (છલકો અને સોનું સોંગ ફેમ) ચાર્મી રાઠોડ, સાજીદ ખ્યાર તથા સંચાલન તેજસી શીશાન્ગીયા યુવાઓ ને હૈયા ને થનગનાટ  કરાવશે.

આ ઉપરાંત સીસી ટીવી કેમેરા, સીકયોરીટી બાઉન્સર, અને સૌ પ્રથમ વખત ડ્રાય ગ્રાઉન્ડ જે વરસાદ બાદ પણ અમુક જ સમયમાં રમવા લાયક બની જાય છે. એસપીવાયજી દ્વારા આવું ભવ્ય આયોજન જોવા મળશે. પ્રિન્સ- પ્રિન્સેસ અને ચિલ્ડ્રન પ્રિન્સ-પ્રિન્સેસ ને ઇનામોથી નવાજાશે.

આ ઉપરાંત એક દિવસીય નવરાત્રીની મુખ્ય વિશેષતાઓ માં સમાજની એકતા માટે જ્ઞાતિજનો, આગેવાનો હોદેદારો તથા મહાનુભાવો દ્વારા મહાઆરતી કરી માતાજી ને આરાધના કરશે. ડ્રેસ કોડ માં સજજ એસપીવાયજી ની ટીમ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને સતત ચોથા વર્ષે આ આયોજનમાં નવરાત્રી ગરબાની સાથે સાથે સમાજમાં વ્યસનમુકિત અભિયાન, બેટી પઢાવો,  વૃક્ષરોપન તેમજ અંગદાન જેવા સામાજીક જાગૃતિ ના કર્યો માટે મહાઅભિગમ હાથ ધરેલ છે.

આ કાર્યક્રમને માણવા પાસ મેળવવા માટે (૧) રાજન વેફર્સ, સંતકબીર રોડ, રાજકોટ (ર) બાલાજી એક્ષિમ, ૩૧૬ સર્વોત્તમ કોમ્પલેકસ, પંચનાથ મંદિર માટે લીમડા ચોક, રાજકોટ (૩) ટ્રેકોન કુરીયર, ૧૩-દિવ્યપ્રકાશ કોમ્પલેકસ પંજાબ હોન્ડા શો રુમની બાજુમાં કાલાવડ રોડ, રાજકોટ (૪) શ્રઘ્ધા પી.વી.સી. ફર્નીચર સતનામ ચેમ્બર જુનો મોરબી રોડ, જકાત નાકા પાસે રાજકોટ પરથી મળી રહેશે આ તકે મુખ્ય આયોજક ટીમ અતુલભાઇ સુરાણી, જાબાલ કટકિયા, વિજય મુળીયા, અનીલ મુળીયા, વીકી ટાંક અબતકની શુભેચ્છા મુલાકાત લીધી આ યોજનને સફળ બનાવવા નીલેશ જાંબુકીયા, ભૌતિક કાપડીયા, મયુર નગવાડીયા, કપિલ સતાપરા, રોહિત ચૌહાણ સહીતના ઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.