અબતક,રાજકોટ

દેશના તમામ પોલીસ સ્ટેશનોમાં કાનુની સહાયતા અધિકાર અને મફત કાનૂની સહાય સેવાઓની ઉપલબ્ધતા વિશે માહિતી આપતું ડિસ્પ્લે બોર્ડ હોવું જોઈએ તેવું હરીયાણા લીગલ સર્વીસીઝ ઓથોરીટીના એક કાર્યક્રમમં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ લલીતે જણાવ્યું હતુ. હરીયાણા લીગલ સર્વીસીઝ ઓથોરીટી દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સુપ્રિમ કોર્ટના જસ્ટીશ લલીતે ઉદઘાટન કરતા જણાવ્યું હતુ કે, કાનુની સેવાઓની ગુણવતાએ બધા માટે ન્યાય મેળવવાની ચાવી છે મફત કાનૂની સહાયના અધિકારીની સેવાઓની ઉપલબ્ધતા વિશે માહિતી આપતા બોર્ડ દરેક પોલીસ મથકમાં હોવા જોઈએ તેમ કહ્યું હતુ.ન્યાયમૂર્તિ લલીતે આવા બોર્ડ કે પોસ્ટરોએ સુનિશ્ર્ચિત કરવાની દિશામાં પહેલુ પગલુ છે કોઈ પણ આરોપી ગુનાહિત તપાસ અને સુનાવણીના કોઈપણ તબકકે વ્યકિતને પોતાનો બચાવ કરવાની તક મળે.ઈવેન્ટ દરમિયાન તેમણે દેશના દરેક પોલીસ સ્ટેશનમાં કાનૂની સહાયના અધિકારી અને મફત કાનૂની સહાય સેવાઓની માહિતી ધરાવતા બોર્ડ હોવા પર ભાર મૂકયો હતો જેમાં દેશમાં સૌ પ્રથમ હરીયાણા રાજયના તમામ પોલીસ સ્ટેશનમાં આ સેવા શરૂ થવા જઈ રહી છે. તેને બિરદાવી હતી.

વધુમાં જણાવ્યું હતુ કે જેલ પરિસર કે પોલીસ મથકની મુલાકાત લેતા શહેરીજનો કે આરોપીઓમાં જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં તમામ પોલીસ સ્ટેશનમાં ફ્રીમાં કાનૂની સેવાઓની ઉપલબ્ધતા કરાવવા અનુરોધ કર્યો છે.શહેરીજનોને પોલીસ મથકોમાં શું શું સેવા મફતમાં મળે છે.તેની માહિતી ઉપલબ્ધતા કરાવવા ખાસ જણાવ્યું હતુ જેમાં હરીયાણા રાજય દેશનું પ્રથમ રાજય બન્યું છે.આ બાબતે જે તે જિલ્લાના મેજીસ્ટ્રેટો દ્વારા સક્રિય પગલા લેવા જોઈએ જેથી ખાતરી થાય કે આરોપી કે શહેરીજનોને તેના કાનૂની પ્રતિનિધિત્વના અધિકારથી વાકેફ થાય જો નાગરીક કે આરોપી આ બાબતે કશુ જાણતો નથી તો મેજીસ્ટ્રેટ તેને તેના બંધારણીય અધિકારો અને કાનૂની સેવાઓ દ્વારા પૂરી પાડવામા આવતી સેવાઓની જાણકારી આપે. વધુમાં એમ પણ ઉમેર્યું હતુ કે એફ.આઈ. આર.માં એક કોલમ ઉમેરવા પણ સૂચના આપી હતી જેમાં આરોપીને તેના અધિકાર વિશે જાણ કરી નજીકની કાનૂની સેવા સતા મંહળનો સંપર્ક કરી શકે.

ન્યાયમૂર્તિ લલીતે વર્ચ્યુઅલ કોન્ફરન્સિંગ સુવિધાઓ સ્થાપવા માટે અભિયાન શરૂ કરવા બદલ હરીયાણા લીમલ સર્વીસની પ્રશંસા કરી હતી જેનો ઉપયોગ કાનૂની સહાય વકીલો કોર્ટમાં હાજર રહેવા માટે અને કેદી અને તેના પરિવારના સભ્યો વચ્ચે મીટીંગ કરવા માટે પણ કરી શકે છે. દેશમાં કોરોનાની મહામારી જેવા મહાભયંકર રોગચાળાએ આપણને સમાજમાં સર્જાતી અસમાનત ાઓ બતાવી છે. અને સમાજના વિકાસ પર ભાર મૂકી જણાવ્યું હતુ કે મહાત્મા ગાંધીના વિચારોને યાદ કરીને નબળા અને સમજાના સૌથી ગરીબ વ્યકિતના કલ્યાણથી જ બધાનું કલ્યાણ થશે તેમ જણાવ્યું હતુ. રોગચાળાના કારણે ગરીબો હાંસીયામાં ધકેલાય ગયો છે. જે લોકોને સહાય પુરી પાડવા વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.