- અમેરિકા વોશિંગ્ટન ડીસી રેગન એરપોર્ટ નજીક પેસેન્જર વિમાન સૈન્ય હેલિકોપ્ટર સાથે અથડાઈને નદીમાં તૂટી પડ્યું દક્ષિણ સુદાનમાં એરપોર્ટ નજીક ચાઈનીઝ ઓઇલ કંપનીનું વિમાન ક્રેશ
વૈશ્વિક વિમાન સેવા માટે આજનો દિવસ ગોજારો બન્યો હોય તેમ અમેરિકા અને દક્ષિણ સુદાનમાં અલગ અલગ બે વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 40લોકોના મોત નીપજ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. બે અલગ અલગ વિમાન દુર્ઘટનાઓમાં પ્રથમ દુર્ઘટના અમેરિકાના વોશિંગ્ટન મા રોનાલ્ડ રેગન નેશનલ એરપોર્ટ નજીક કરી લેન્ડિંગરહેલા પેસેન્જર વિમાન સૈન્યના હેલિકોપ્ટર સાથે અથડાય પડતા વિમાન અને હેલિકોપ્ટર નજીકની નદીમાં ખાબક્યા હતા આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20ના મૃત્યુ નીપજ્યા ના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે
અમેરિકાના આર્થિક પાટનગર વોશિંગ્ટનમાં આજે સવારે આશ્ચર્યજનક રીતે રોનાલ્ડ રેગન નેશનલ એરપોર્ટ નજીક પેસેન્જર વિમાન લેન્ડિંગ કરતી વખતે સૈન્ય હેલિકોપ્ટર સાથે અથડાય પડતા સર્જાયેલી દુર્ઘટનામાં વિમાન અને હેલિકોપ્ટરનો કાટમાળ નજીક જ વહેતી પોટોમેક નદીમાં ખાબક્યો હતો તાત્કાલિક એરપોર્ટની તમામ ફ્લાઈટ રદ કરીને બચાવ રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી, પ્રારંભિક તપાસમાં જ આ લખાઈ રહ્યું છે ત્યારે 20 મૃતદેહો મળી આવ્યા હતા અને હજુ મૃત્યુ આક વધે તેવી આશંકા સેવાઈ રહી છે.
વોશિંગ્ટન ના નેશનલ એરપોર્ટ નજીક જ સર્જાયેલી આ દુર્ઘટનાને લઈને સમગ્ર અમેરિકામાં હોબાળો મચી જવા પામ્યો છે, અમેરિકામાં એર ટ્રાફિક અને હવાઈ સુરક્ષા ની સંગીન વ્યવસ્થા નો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે નેશનલ એરપોર્ટ નજીક પેસેન્જર વિમાન સાથે સૈન્ય નું હેલિકોપ્ટર અથડાય પડ્યું હતું અને બંને ક્રશ થઈ નદીમાં ખાબકયા હતા દુર્ઘટના વખતે વિમાનમાં 64 મુસાફરો સવાર હતાવોશિંગ્ટનડીસી માં તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરીને એરપોર્ટ નજીક બચાવ રાહત કામગીરીમાં સેના અને ફાયર બ્રિગેડ તાત્કાલિક તેના કરી દેવામાં આવી હતી. અમેરિકન એરલાઇન્સની
5342 નંબરની પેસેન્જર ફ્લાઇટ અને સેનાના બ્લેક હોક હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ ગઈ હતી આ દુર્ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૂ કરવામાં આવી છે અકસ્માત બાદ વિમાન તુરત જ આગ ના ગોળામાં ફેરવાઈ ગયું હતું ઘટના અંગેના જારી થયેલા ટીવી ફૂટેજમાં વિમાન અને હેલિકોપ્ટરની ટક્કર થતા વિમાન અગનગોળામાં ફેરવાઈ ગયો જોવા મળી રહ્યો હતો અને આકાશમાં આગના તણખા ઝરતા દેખાયા હતા નદીમાં પડી ગયેલા વિમાનના કાટમાળ નજીક રાહત કામગીરી માટે તાત્કાલિક ફાયર બોટ ઘટના સ્થળે તેનાત થઈ ગઈ હતી.
અમેરિકા સરકારના સત્તાવાર અહેવાલમાં જારી કરવામાં આવ્યું છે કેએરપોર્ટની ઉપર એક પેસેન્જર પ્લેન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં જોવા મળે છે કે, રીગન એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે વિમાન હેલિકોપ્ટર સાથે કેવી રીતે અથડાયું હતું.
આજ રીતે વિમાનની અન્ય દુર્ઘટનામાં દક્ષિણ સુદાન માં ચાઈનીઝ ઓઇલ કંપનીનું વિમાન ક્રેસ થયું હતું આ વિમાનમાં એક ભારતીય સહિત 21મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 20 ના ઘટનાની સ્થળે જ મોત નીપજ્યા હતા આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં દક્ષિણ સુદાનના 16, ચીનના 2 અને 1 ભારતીય નાગરિકનો સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું છે આ તમામ હતભાગીઓ ગ્રેટર પાયોનીયર ઓપરેટિંગ કંપનીના કર્મચારીઓ હતા,. વિમાન દુર્ઘટનામાં એકમાત્ર નસીબદાર દક્ષિણ સુદાનનો નાગરિક જીવતો રહી ગયો છે ઘાયલ વ્યક્તિને સારવાર માટે બેન્ટીયુ સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે દક્ષિણ સુદાનના યુનિટી સ્ટેટમાં થી વહેલી સવારે ચીનની ઓઇલ કંપની ગ્રેટર પાયોનીયર નું નાનું વિમાન મુસાફરોને લઈને દક્ષિણ સુધાની રાજધાની ઝુમ્બા તરફ જવા રવાના થતું હતું ત્યારે એરપોર્ટ નજીક જ ક્રેસ થઈ ગયું હતું આજે સવારે 10:30 વાગે જમવા માટે ઉડાન ભર્યા ન થોડા સમય બાદ જ પ્લેન
રનવેથી 500 મીટર દૂર જ ક્રશ થઈ ગયું હતું અને વિમાન સંપૂર્ણપણે નાશ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે આમ એક જ દિવસમાં અલગ અલગ વિમાન દુર્ઘટનાઓમાં40 થી વધુ લોકોના મોત નીપજયા ની ઘટનાએ સમગ્ર વિશ્વમાં વિમાનની મુસાફરીની અસલામતી અંગે ચિંતા ઊભી કરી છે
એફબીઆઈએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી
અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈ પણ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.એફબીઆઈ વોશિંગ્ટન ફિલ્ડ ઓફિસ આ કેસમાં મદદ કરી રહી છે. અધિકારીઓએ તપાસ ચાલુ રહે ત્યાં સુધી તમામ પૂછપરછ માટે રાષ્ટ્રીય પરિવહન સલામતી બોર્ડને નિર્દેશ આપ્યો છે. હાલમાં, એરપોર્ટ પર બધી ફ્લાઇટ્સ અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યાં છે.