માસુમ બાળકીની ભેદી રીતે થયેલી હત્યામાં મળી મહત્વની કળી: પરિવારના પરિચિતની સંડોવણીની શંકા
સસ્પેન્સ થ્રીલર જેવી ઘટનાનો ભેદ ઉકેલવા હ્યુમનસોર્સ અને ટેકનોલોજીની મદદથી સઘન તપાસ: શકમંદોની પૂછપરછ
રાજકોટમાં બે દિવસ પહેલા નિર્ભયા કાંડ જેવી ઘટનાના પગલે ચકચાર મચી જવા પામ્યો છે. જેના કારણે ઘટનાને લઈને સર્વત્ર ફિટકાર વરસાવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં પોલીસને મહત્વની કળી મળી હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતક બાળાના કોઈ પરિચીતજ હોવાની શંકા સેવાઈ રહી છે. ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળ્યા બાદ ફોરેન્સિક પીએમમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં બાળકીના ગુંપ્ત ભાગે સળિયો ધુસાવી દઈ માથાના ભાગે સળિયાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાએ રાજકોટને હચમચાવી નાખ્યું છે. પોલીસે તાત્કાલિક ધોરણે સીટની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં બાળકીની હત્યામાં પરિવારનું કોઈ પરિચિત હોવાની શંકા સેવાય રહી છે. સસ્પેન્સ થ્રીલર જેવી ઘટનાનો ભેદ ઉકેલવા શકમંદોની પૂછપરછ હાથધરી હ્યુમનસોર્સની અને ટેકનોલોજીની મદદથી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે યુવરાજ નગરમાં રહેતી 13 વર્ષની સગીરા રાધિકા પરમાર ની બંધ કારખાનામાંથી લાશ મળી આવતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે તાત્કાલિક સીટની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ગઇ કાલે થયેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ રાધિકા જે દિવસે ગુમ થઈ તે જ દિવસે તેની હત્યા થઈ હતી. માસુમ બાળા સાથે બર્બરતા પૂર્વક ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. બાળકીના ગુપ્ત ભાગે સળિયો ધૂસાવી દીધાનુ સામે આવતા હેવાનિયત આચરનાર નરાધમ સામે ચારેય તરફથી ફિટકાર વરસી રહ્યો છે. ત્યાર બાદ બાળકીને માથાના ભાગે સળિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હોવાનુ જાણવા મળ્યું છે.
ઘટનાની ગંભીરતાને પગલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા સીટની રચના કરી તપાસ હાથધરી છે. ત્યારે બીજી તરફ ખુદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ભોગ બનનાર પરિવારની મુલાકાત લઈ ન્યાય આપવા માટે આશ્વાસન આપ્યું હતું.પોલીસે જઘન્ય કૃત્ય આચરનાર શખ્સની શોધખોળ હાથધરી છે. સસ્પેન્સ થ્રીલર જેવી ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનોલોજી મદદથી સઘન તપાસ હાથધરી છે. પોલીસે ગઇ કાલે રાત્રીના જ શકમંદોને ઉઠાવી લઈ પૂછપરછ હાથધરી છે.
તો બીજી તરફ મૃતક રાધિકા લખનની પ્રથમ પત્નીનું સંતાન હોવાની જન થઈ હતી. મૃતક બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. જેથી લખનની પ્રથમ પત્ની અને બીજી પત્નીના પરિવાર વચ્ચે પણ કલેશ ચાલતો હોવાની વાત પોલીસને ધ્યાને આવતા તે દિશામાં પણ ચક્રોગતિમાન હાથ ધર્યા છે.