અમે મુંબઇમાં રહેતા ત્યારે વર્ષમાં એકવાર પોતાના વતન ગુજરાતને યાદ કરવા , ગરબા રમવા અને ગુજરાતિ વાનગીઓનો રસાસ્વાદ લેવા એક બીજા સાથે પરિચય કરવા ’ગુજરાતિ દિવસ’ ઉજવતા.આજ રીતે જે લોકો વિદેશોમાં પેઢીઓથી સ્થાયી થયા છે તેઓ પણ વર્ષમાં એકવાર ’મૂળ ભારતીય’ દિવસ ઉજવે છે.આ પરંપરા દરેક જાતિ-પ્રાંત-ભાષા અને દેશનાં લોકો પોતાની પરંપરા-સાંસ્કૃતિક મૂલ્યો વગેરેનુ પૂન:સ્મરણ કરવા , આવનારિ પેઢીને એનાથી પરિચિત કરાવવા માટે અને તેના દ્રારા પોતાના મૂળ પોતાની મહાનતમ વિરાસત સાથે જોડાયેલા રહે એ માટે થઇ અને નિ:સ્વાર્થ ભાવે કોઇપણ મલીન ઇરાદા વગર આનંદ અને ઉત્સાહ માટે આ પ્રકારના દિવસો ઉજવતા હોય છે.

એનો ઉદ્દેશ્ય કયારેય એક બહુમતિ વાદ ઉભો કરિને કે ભેદભ્રમ ઉભા કરિ અને જે-તે પ્રદેશ કે રાષ્ટ્રમાં અરાજકતા ઉભી કરવાનો કે પોતાની જાતિના આધારે પ્રદેશના વિભાજનનો રહ્યો નથી.ઉલ્ટુ આ ભારતીયો જ્યાં જ્યાં ગયા ત્યાંના થઇ અને રહી ગયા , તે દેશ-પ્રદેશને વફાદાર રહ્યા.ઇંગ્લેન્ડમાં પ્રધાનમંત્રિ પદના ઉમેદવાર રુષી સોનક કે અમેરિકાના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ શ્રીમતી કમલા હેરિસ આનું ઉત્તમ ઉદાહરણ છે.મૂળ ભારતિય એવી સ્વ.કલ્પના ચાવલાએ તો અમેરિકન અવકાશ મિશન માટે પોતાને પ્રાણ પણ આહુત કરિ દીધા.’વસુધૈવ કુટુમ્બકમ્’ માં માનનારી આપણી આ સંસ્કૃતિની વિરાટતા રહી છે.જેના પોતાના પણ રિતી-રિવાજો – ભાષા – પંથ- સંપ્રદાયો વગેરે ભિન્ન – ભિન્ન હોવા છતા અંતે આપણે બધા ભારતીયો એક ભૂમી – એક પૂર્વજોનાં વેશજો છીએ ,સાંસ્કૃતિક રિતે આપણે બધા ’મૂળ ભારતિયો’ છીએ.હોઇ શકે એમાં કોઇ ગ્રામીણ ક્ષેત્રમા રહે છે , કોઇ શહેરમાં તો કોઇ વનવાસી ક્ષેત્રમાં રહે છે.

નિવાસ – સ્થાનિય આબોહવા કે વાતાવરણ ના કારણે કાશ્મિરમાં વસ્તા ભારતિયો વધારે ઠંડા વાતાવરણના કારણે વર્ણમાં શ્ર્વેત છે તો ચૈન્નાઇમાં રહેનારા ભારતિયો વધારે ગરમીના કારણે ચામડીનો રંગ કદાચ અશ્ર્વેત થઇ જાય.પરંતુ અંતે તો બધા ’ ’આસેતુ હિમાચલ’ વિસ્તરેલી આપણી ભારતમાતાના ખોળે રમતા આપણે બધા ભારતિયો આપણી માતૃભૂમિના સંતાનો છીએ , આપણે જ ’મૂળ’ છીએ.આમાનું કોઇ ભાષા-રિતી-રિવાજો-ચામડીના રંગ ઇત્યાદીના કારણે પારકુ કે પરાયુ છે જ નહી.

બહારથી વટાળ પ્રવૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય લઇને ભારતમાં પ્રવેશેલા વિદેશી આક્રમણ ખોરો આપણી આ વિવિધતાનો લાભ લઇને આજે આપણામાંના જ કેટલાક ભોળા બંધુઓને ભૌગોલીક ક્ષેત્ર કે ચામડીના રંગનાં આધારે ’મૂળ નિવાસી’ એવા આપણા આદિવાસી – વનવાસી કે દ્રવિડો અને ’બહારથી આવેલા ’ ઘઉં વર્ણા – આર્યો આવા બે ભાગમાં દેશની પ્રજાને વહેંચવાના મલીન ઇરાદાથી પોતાની ’ ભાગલા પાડો અને રાજ કરો ’ ની કુટીલનિતી થી ફરિ પાછો જાતિ અને પ્રદેશના આધારે દેશને વિભાજિત કરી આપણને ગુલામ બનાવવા આપણી માતૃભૂમિને ખંડિત કરવા કરોડો રુપિયા વહાવે છે , સ્કુલો ખોલે છે , હોસ્પીટલો ખોલે છે , ભ્રામક માયાજાળ રચી સેવાના આંચલ હેઠળ આપણી સંવેદના , આપણી લાગણી અને આપણા ભોળપણ સાથે મોટી રમતો રમી રહ્યા છે.

પાઠ્ય પૂસ્તકોમાં એવા પાઠો ભણાવાય છે કે આર્યો મધ્ય એશિયામાંથી આવ્યા અને દ્રવિડોને જંગલમાં ખદેડી અને એમના પર રાજ કરિ રહ્યા છે.આપણી રિતી અને પરંપરાનો ખોટો અર્થ પૂસ્તકોમાં કરિ રહ્યા છે ,’દલીત પત્રકારિતા અને વિમર્શ’ લે.કંવલ ભારતી પૃ.42-43 પર આવીજ આપણી એક ક્ષતિ જેમાં મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાની આદિવાસી પરંપરામા થયેલા અન્યાયને એમણે ધર્માતરણ સાથે જોડી એમનું ’પૂર્નવસનનો અર્થ એમને આધુનિક ધારા પ્રવાહમાં લાવવાનો એમને શિક્ષીત કરવાનો એમને સભ્યતાનો પ્રકાશ આપવાનું કાર્ય મિશનરિઓ ખુબ સારિ રીતે કરિ રહ્યા છે’.

એક રિતી-રિવાજ ( આ કુરિવાજ જ છે) ને દેશ વિભાજન સુધી લઇ જનારા ’વિમર્શો’ આવા લેખો દ્રારા ઘડવા એ કેટલા અંશે ઉચિત છે ? દુનિયાનિ દરેક જાતિ-પ્રજાતિઓમાં કંઇક તો વિષમતા યુકત રહેવાનું જ.આવા લોકો એ કેમ ભૂલી જતા હોય છે કે ભારતિય સંસ્કૃતિમાં માતા-બ્હેનો લક્ષ્મી સ્વરુપા છે , એ વનબંધુઓ પણ માતાજીના પૂજા-પાઠ કરે છે એને આદર આપે છે.કોઇ એક-બે ઘટનાઓ કે આવડા મોટા દેશમાં ક્યાંક પ્રવર્તમાન અભાવને બહુ મોટુ સ્વરુપ આપી જાણે બધે આવુ જ છે માટે અમારે પરિવર્તિત થવુ એવા ભ્રમો ફેલાવે છે.

વસ્તુત: બંધારણ નિર્માતા ડો બાબા સાહેબ આંબેડકરે પણ કાઠમાંડુમાં યોજાયેલા બૌદ્ધ સંમેલનમાં 20 નવેમ્બર ,1956 ના દિવસે પોતાના ભાષણમાં કહ્યુ હતુ કે પશ્ર્ચિમી બુદધિજીવીઓ અને ઇશાઇ મિશનરિઓએ ઘડેલી આર્ય-દ્રવિડ થિયરીઓ જુઠી છે.મૂળ નિવાસી સંકલ્પના અને આર્ય આક્રમણ વિચાર અંગ્રેજો અને પાદરીઓએ ભારતને જીતવા માટે ઘડેલી રણનિતીનો જ એક હિસ્સો છે.ડો.આંબેડકર માટે ’નેશન ફસ્ટ’ હતુ.ડો.આંબેડકરે વિદેશી આચાર વિચારના આધારે દેશમા અરાજકતા ફેલાવનાર ડાબેરી વિચારને પોતાનો દુશ્મન માન્યો છે.ડો.આંબેડકરે ડાબેરીઓ માટે કહ્યુ છે ’કમ્યુનિઝમ પોતાની વિચારધારાની સ્થાપના માટે વિરોધીની હત્યા કરતા પણ અચકાતા નથી.તેઓ અરાજક છે તેમને હિંસા પ્રિય લાગે છે.

આનું જીવંત ઉદાહરણ છાશવારે કેરલમાં જોવા મળે છે જ્યાં પોતાનાથી વિરુદ્ધ એવી ભારભક્તિની વિચારધારાને વરેલા સંઘ-બીજેપીના કાર્યકરોની છાશવારે નૃસંશ કત્લ કરે છે , જે ભારત જેવા લોકશાહી દેશમાં કયારેય સ્વીકૃત ના હોઇ શકે.’અંગ્રેજોએ આપણા વર્ણ-જાતિઓને વંશિય શ્રેણીઓમાં બદલી નાંખ્યા હતા ’ આ શિર્ષક તળે દિ.12 જુલાઇ , 2022 ના લેખમાં રાજીવ મલ્હોત્રા આ જ વાતની પૃષ્ટી કરતા લખે છે કે 18 મી સદીમા યુરોપિયન વિદ્વાનોએ ’જાતિ વિજ્ઞાન’ની શોધ કરિને વિદેશી વહીવટદારોને એક હથિયાર આપી દીધુ.તેણે તત્કાલીન તેની ક્ષમતાઓને ઓળખીને તેનો ઉપયોગ શરુ કરિ દીધો.કાલ્પનિક વંશિય શ્રેણીઓનો ઉપયોગ કરિને તેણે ભારતને ક્ષેત્રીય અને ભાષાકીય સમુદાયોમાં વહેચી નાખ્યો.આ વર્ગીકરણ દેશને ભાગલાના માર્ગે લઇ ગયુ.

મેકસમૂલર વૈદિક સાહિત્યની વ્યાખ્યા બે જાતિના સંઘર્ષ તરીકે કરતા.તેમણે વેદોમા શારીરિક વિશિષ્ટતાઓ શોધવાનુ શરુ કર્યુ.અને નાસિકા -તાલીકાના આધારે સર હર્બટ રિસ્લીએ હિન્દુ સમાજને બે વિશિષ્ટ શ્રેણીમાં વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો.ભારતમાં એગ્રેજ શાસનના સમયમા થયેલી વસ્તિ ગણતરીમાં આ વર્ગીકરણને પરાણે લાગુ કરાયુ.વેદોની અલગ વ્યાખ્યાઓ કરવામાં આવી જેથી જેથી આર્યો અને આદિવાસીઓ વચ્ચે સ્પષ્ટ અંતર સ્થાપિત કરિ શકાય.ડો.આંબેડકરે રિસ્લીની આ શોધને માનવનૃવંશ શાસ્ત્રના આધારે ખોટી સાબિત કરિ.જયારે આવી કોઇ ખોટી માન્યતા તંત્રમાં પ્રવેશ કરિ જાય છે ત્યારે તે લોકોના મનમાં પણ પ્રવેશ કરિ જાય છે.

જે લોકો આપણને સ્ત્રી દાક્ષીણ્ય કે સમાનતાના અધિકારો શિખવાડે છે કે એમના યુરોપ અને અમેરીકાના દેશોમાં સ્ત્રી દાક્ષિણ્યની સ્થિતી શું છે ? સ્ત્રીઓને મતાધીકાર ત્યાં ક્યારે આપવામાં આવ્યા ? ત્યાં શ્ર્વેત-અશ્ર્વેત વચ્ચે કેવા વિભેદ પ્રવર્તમાન છે ?? ત્યાંના મૂળ નિવાસીઓ પર ઇંગલેન્ડ અને યુરોપના દેશોમાંથી ગયેલા બહારના લોકોએ સ્થાનિકો પર કેવા અત્યાચાર ગુજારી બળજબરિ પૂર્વક શાસન પચાવ્યુ અને દેશોને પાયમાલ કર્યા ?? .

ડો.બાબાસાહેબે 1916 માં કોલંબિયા યુનિવર્સિટીમાં ’ કાસ્ટ ઇન ઇન્ડિયા’ શોધ નિબંધ પ્રસ્તુત કર્યો એ અનુસાર ભારતમા સર્વવ્યાપી સાંસ્કૃતિક એકતા છે.જો સમાજ અનેકો જાતિઓમાં વહેચાયેલો છે તો પણ એક સંસ્કૃતિ રુપી એક અભિન્ન તાતણે એકબીજા સાથે બંધાયેલો છે .આનો અર્થ કે ઉન્નતિ માટે ફકત સંસ્કૃતિ જ નહી પરંતુ સાંસ્કૃતિક એકતા ની સાથો સાથ સામજિક એકતાનું પણ એટલુ જ મહત્વ છે. જયારે સમાજ વિભન્ન જાતિ -પ્રાંત વગેરેમાં વિભાજિત થઇ અને પોતાને એક અલગ માનવા લાગે છે , પોતાના અલગ આદર્શો સ્થાપિત કરે , અંદરો-અંદર ટકરાવા લાગે ત્યારે દેશ નિશ્ર્ચિત રુપથી વિપદામાં આવે છે.

આજે બાબાસાહેબની આ સાંસ્કૃતિક એકતાની વિભાવનાનું પૂન: સ્મરણ કરિએ , આપણા જાતિ-પંથ-સંપ્રદાયો-રિતી-રિવાજો કે શારીરિક બાંધો વગેરેમાં જોવા મળતિ વિભિન્નતામાં પણ આપણે બધા ભારતવાસિઓ સાંસ્કૃતિક રીતે એકાત્મ છીએ.કોઇ પ્રકૃતિને પુજે છે તો કોઇની કોઇ અલગ પુજા પદ્ધતિ છે પરંતુ એ બધી ભિન્નતાની વચ્ચે પણ આપણું ઐક્ય આપણી એકાત્મતાનો અતુટ ધાગો જ આપણને ’મૂળ ભારતીય ’ તરીકેને એક ગૌરવપૂર્ણ ઓળખ આપે છે.જેના પૂર્વજ ભગવાન રામે કોલ-કિરાત-આદિવાસી- વાનર આ તમામને જોડી એક વિશાળ રામજી ની સેના બનાવી રાવણરુપી રાક્ષસને હણ્યો તો શિવાજી મહારાજે પણ ગિરી કંદરાઓમાં વસ્તા બધા બાંધવોને એક કરિ અને બનાવેલી સેના થકી જ અફજલખાનને હણી અને ભારતની અક્ષુણ્ણતા અખંડ રાખી એનુ મૂળ કારણ આપણે બધા ’મૂળ ભારતીયો ’ આપણી મા ભારતીના સંતાનો અને એના પ્રત્યેની આપણી અડીગ શ્રદ્ધા જ આપણી એકાત્મતા.આંગળી એક હશે તો કોઇ તોડી જશે , પરંતુ પરંતુ પાંચેય આંગળીની મૂઠ્ઠીની તાકાતને કોઇ પરાસ્ત નહી કરિ શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.