અમદાવાદ નજીકના કોબા ખાતે આવેલા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રના નિષ્ણાંત-મુનિઓ દ્વારા એક યુનિક ‘ડિજિટલ ટ્રી’નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં જૈન ધર્મના તમામ આચાર્યો-મુનિઓની વિગતો રહેશે. બે હજાર વર્ષ જુનો ઇતિહાસ આ ‘ડિજિટલ ટ્રી’માં જોવા અને જાણવા મળશે.
આ પ્રોજેક્ટ અંગે વિગતો આપતા આચાર્ય અજયસાગરસુરીશ્ર્વરજીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે તમામ સ્થળોએથી વિગતો એકઠી કરવામાં આવી રહી છે. ‘ડિજિટલ ટ્રી’ના નિર્માણ માટે ચેઇન તૈયાર કરવાની કામગીરી માટે ક્રોનોલોજીની જ‚ર હોય છે. આ મામલે હાલ વિવિધ ગચ્છ અને તેને સંકળાયેલી વિગતો એકઠી કરવામાં આવી રહી છે.
આગામી તા.ર૦ એપ્રિલના રોજ કોબા ખાતેના શાંતિગ્રામમાં પુસ્તકો અને મેન્યુ સ્ક્રીપ્ટના કેટલોગનું વિમોચન કરવામાં આવશે. આ સંસ્થા દ્વારા જૈન ધર્મ ઉપરાંત વિવિધ વિષયો ઉપર ૧.૨ લાખ મેન્યુ સ્ક્રીપ્ટ તૈયાર કરવામાં આવી છે. સંસ્થાની લાયબ્રેરીમાં ભારત તેમજ વિદેશના સંશોધકો જૈન ધર્મ ઉપરાંત અન્ય વિષયો અંગે સંશોધન કરી રહ્યા છે. સંસ્થા ટુંક સમયમાં તમામ જૈનચાર્યોનું ‘ડિજિટલ ટ્રી’નું નિર્માણ કરશે. જેની વિગતો મેળવવા હાલ તમામ દિશામાં નજર દોડાવાઇ રહી છે.