મુસાફરોના ધસારાને પહોંચી વળવા એરપોર્ટ ઓથોરીટી દ્વારા ૨૦૧૯માં તમામ એરપોર્ટને બોર્ડી સ્કેનરથી સજજ કરાશે
એરપોર્ટ અને પેસેન્જરોની સુરક્ષા તેમજ ધસારાને ભારતના તમામ એરપોર્ટ પર ૨૦૧૯ થી બોર્ડી સ્કેનર લગાવવામાં આવશે. બ્યુરો સિવીલ એવીએશન સિકયુરીટી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વધુ જણાવતા બીસીએએસના ચીફ કુમાર રાજેશ ચંદ્રએ જણાવ્યું કે, આ સ્કેનરથી મુસાફરો ટેકનીકલ સ્પષ્ટીકરણો સાથે બહાર આવશે અને પછી એરપોર્ટ નિયમોને સંતોષવા અને આગામી ૨૦૧૯માં મશીનો સ્થાપિત કરશે.
બોડી સ્કેનર ભારતીય હવાઇ મથકો પર સજજ કરવાનું એક માત્ર કારણ કે આ ટેકનોલોજી વધુને વધુ પેસેન્જરોની ક્ષમતાને સંભાળી શકે છે આ ટેકનોલોજી યુએસમાં અને અન્ય દેશોમાં હાલ ઉપયોગમાં લેવાય છે. જેને કારણે મુસાફરોના ધસારાને ટેકનોલોજી પહોંચી શકે છે.
મહત્વનું છે કે આ સ્કેનર ફ્રન્ટ ફોલ્ડ એટલે કે સાડી, લુંગી અને પલ્લુનું પણ સ્કેનીંગ કરશે. જો કે ઓટોમેટીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ ફૂલ ટ્રાન્સમિશન સ્કેનરને કારણે રેડીએશન દ્વારા થતી નુકશાનકારક અસરને લઇ આ સ્કેનર સફળ થઇ શકયું ન હતું પરંતુ હવે એકટીવ અને પેસિવ મિલિમીટર વેવ બોડી સ્કેનર હવે ભારતીય એરપોર્ટ પર સજજ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ અગાઉ આ સ્કેનરનો પ્રયોગ કર્યો હતો. પરંતુ મુસાફરો એમાં પણ ખાસ કરીને મહિલાઓ એ પ્રાઇવસીની વાત કરી અને આ સ્કેનરનો વિરોધ કર્યો હતો.ભારતમાં ઉપયોગમાં લેવાતા સ્કેનરોને ભારતીય શરતો પ્રમાણે કસ્ટમાઇઝ કરવામાં આવશે. જેથી મહીલાઓની પ્રાઇવસીના મુદ્દો પણ ઘ્યાન માં લઇ શકાય.
મહત્વનું છે કે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના પ્રવકતાએ જણાવ્યું હતું કે તમામ એરપોર્ટ એપરેટર્સને ધોરણો અને વિશિષ્ટતાઓને અનુરુપ સંપૂર્ણ બોડી સ્કેનર્સ ઇન્સ્ટોલ કરવા માટે પ્રયત્ન કરાશ. આમ ૨૦૧૯માં તમામ ભારતીય એરપોર્ટ બોડી સ્કેનરથી સજજ થઇ જશે.
અત્યાર સુધી એરપોર્ટ પર મેટલ ડિરેકટરથી સ્કેનીંગ કરવામાં આવતું હતું. જેના કારણે મુસાફરો અને ઓથોરીટીને પણ ઘણી મુશ્કેલીઓ પડતી હતી પરંતુ હવે બોડી સ્કેનરને કારણે મુસાફરોના ધસારાને પહોંચી વળાશે.