કોલેજના ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે પૂર્વ ટેસ્ટ ક્રિકેટર યર્જુવેન્દ્રસિંહ બિલખા નિલેશ કુલકર્ણી અને કરશન ઘાવરી ઉપસ્થિત રહેશે: ૧૬ ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે
સૌરાષ્ટ્રમાં ખૂબજ જાણીતી ધ રાજકુમાર કોલેજ દ્વારા આવતીકાલી ઓલ ઈન્ડિયા પબ્લિક સ્કૂલ કોન્ફરન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ (અન્ડર-૧૭) ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભારતભરમાંથી અલગ અલગ ૧૬ ટીમો ભાગ લેશે અને આ ટૂર્નામેન્ટ ૫ દિવસ સુધી શહેરના ચાર ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજવામાં આવશે. ૩૩ મેચો રમ્યા બાદ પસંદગી પામેલ ટીમને સન્માનીત કરવામાં આવશે.
રાજકુમાર કોલેજ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કોલેજના પ્રિન્સીપાલ તથા ટ્રસ્ટી અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ટેસ્ટ ક્રિકેટ કે.એસ. યર્જુવેન્દ્રસિંહ બિલખા અને નિલેશ કુલકર્ણી પત્રકાર પરિષદ સંબોધી હતી અને પત્રકારો સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. પૂર્વ ક્રિકેટર નિલેશ કુલકર્ણીએ રાજકુમાર કોલેજના ભૂતકાળને યાદ કરી પ્રશંસા કરી હતી અને હાલ ક્રિકેટ ટીમના અન્ડર-૧૭ના વિર્દ્યાથીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. સૌરાષ્ટ્રની કલગી સમાન અને શહેરની સન્માનીત સંસ્થા રાજકુમાર કોલેજ દ્વારા તા.૨૦-૧૦-૨૦૧૯થી તા.૨૪-૧૦-૨૦૧૯ સુધી ઓલ ઈન્ડિયા પબ્લિક સ્કૂલ, કોન્ફરન્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ (અન્ડર-૧૭) ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુરા ભારતમાંથી ૧૬ ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટ પાંચ દિવસ સુધી શહેરના ચાર ક્રિકેટ ગ્રાઉન્ડ રાજકુમાર કોલેજ ગ્રાઉન્ડ, એસ.એન.કે. વાડી ગ્રાઉન્ડ, રાજકોટ પોલીસ ગ્રાઉન્ડ, વેસ્ટ વુડ સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૩૩ મેચો લીગ કમ નોટ આઉટના નિયમ મુજબ ભાગ લેશે. પસંદગી પામેલ ટીમો આગળ એસજીઆઈએફની ટૂર્નામેન્ટ રમવા સમર્થન ગણવામાં આવશે. આ સાથે ભાગ લેનાર ૧૬ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવતીકાલે તા.૨૦/૧૦ના સવારે ૭:૩૦ વાગ્યે રાજકુમાર કોલેજના સાઉથ ગ્રાઉન્ડ ખાતે પૂર્વ ટેસ્ટ ક્રિકેટર યર્જુવેન્દ્રસિંહ બિલખા અને નિલેશ કુલકર્ણી અને કરશન ઘાવરી ઉપસ્થિત રહી ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે.
ગત વર્ષના ટૂર્નામેન્ટ મેયો કોલેજ, અજમેરમાં આયોજન થયેલ જેમાં રાજકુમાર કોલેજની ક્રિકેટ ટીમના ટૂર્નામેન્ટમાં રનર્સપ થયેલ હતી. રાજકુમાર કોલેજના ક્રિકેટર સ્નેહ સલેટને ટેસ્ટ ઓલ રાઉન્ડરના ખિતાબ સાથે સન્માનીત કરવામાં આવ્યા હતો. સ્નેહ સલેટ આ વર્ષે પણ આ ટૂર્નામેન્ટમાં રાજકુમાર કોલેજ ક્રિકેટ ટીમના મુખ્ય ખેલાડી તરીકે રમશે.