સર્વે સમાજના લોકો આયુષ્યમાન કાર્ડ કેમ્પનો લાભ લઇ શકશે
રાજકોટ મહાનગરપાલિકા (આરોગ્ય શાખા) ના સૌજન્યથી અખિલ ભારતીય ઓબીસી મહાસભા ના સંયુકત ઉપક્રમે ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ નજીક આવેલ સુપ્રસિઘ્ધ શ્રી મેલડી માતાજીના મંદિર પરિસદ હોલ ખાતે આયુષ્યમાન કાર્ડ નિ:શુલ્ક કેમ્પનું તા. 10 ને બુધવારના રોજ સવારે 9 થી સાંજે પ સુધી આયોજન કરવામાં આવેલ છે. આ તકે રાજકોટ જરુરીયાત મંદ પરિવારને લાભ લેવા અનુરોધ કરાયો જે લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું છે તેઓને રેશન કાર્ડના મુખ્ય વ્યકિતનો મામલતદાર કચેરીએથી કરાવેલ 2022 પછીનો આવકનો દાખલો તથા રેશક કાર્ડમાં નામ હોય એ બધાને આધાર કાર્ડ સાથે હાજર રહેવું અનિવાર્ય છે. આ અંગે વિગત આપવા આયોજકો વિજયભાઇ પાટડીયા, મયુરભાઇ ખોખર, બાલાભાઇ અમેઠિયા, અખીરભાઇ બ્લોચ અને કૈલાસશભાઇ જાગાણીએ મુલાકાત લીધી હતી.