74 કરોડ શ્રમજીવીઓની પરિસ્થિતિ અંગે ચિંતન અને મંથન કરવાની જરૂર છે: મગનભાઇ પટેલ
ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશનના પ્રમુખ મગનભાઈ પટેલે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સંબંધિત કેન્દ્ર અને રાજ્યનાં મુખ્ય અધિકારીઓને પત્ર લખીને એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશનાં 10 કરોડ આદિવાસી, 2 કરોડ વિચરતિ જાતિ, ખેતીવાડીમાં કામ કરતા શ્રમિકો તેમજ નાના ખેડૂતો સહીત આશરે 74 કરોડ શ્રમજીવીઓની પરિસ્થિતિ અંગે આજે સૌએ ચિંતન અને મંથન કરવાની જરૂર છે.
હાલમાં જ કેન્દ્ર સરકાર દેશમાં નવો લેબર કોડ લાગુ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. નોકરિયાત લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સરકાર નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. જો કે દેશમાં નવો લેબર કોડ ક્યારે લાગુ થશે. આ અંગે હજુ કંઈ સ્પષ્ટ નથી તે નિશ્ચિત છે, પરંતુ તેનો અમલ થશે તે નિશ્ચિત છે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે ફ્લેક્સિબલ કામના સ્થળો અને ફ્લેક્સિબલ કામના કલાકો એ ભવિષ્યની જરૂરિયાત છે.
કેન્દ્ર સરકારે શ્રમ અને રોજગાર વિભાગમાં કામના દિવસો 6 ને બદલે 5 કરવા માટેનું જે આયોજન કર્યું છે તેના અનુસંધાને અત્યારે કારીગરોને સપ્તાહમાં 1 રજા મળતી હોવા છતાં પણ બીજી ફેક્ટરીઓમાં રજાનો દિવસ ભરવા જાય છે. મગનભાઈ પટેલે વધુમાં જણાવ્યું છે કે જો ખરેખર શ્રમજીવીઓનું ભલું ઇચ્છતા હોય તો માઈક્રો મેનેજમેન્ટ તેમજ પ્રેક્ટીકલ બનવાની ખાસ જરૂર છે.
આપણો દેશ ફક્ત ને ફક્ત સામા માણસનું શોષણ કરીને કેવી રીતે પૈસા બનાવવાએ એક જ એજન્ડા પર ચાલે છે. આજે દેશમાં શ્રમિકોના પ્રોવિડંડ ફંડના જે પૈસા કપાય છે તે પણ તેઓને મંજુર નથી જે ભવિષ્યની બચત છે. જેમાં કંપની પૈસા ઉમેરતી હોય છે.