મુખ્યમંત્રીની ખાસ ઉપસ્થિત રહેશે; સાંસદો: ધારાસભ્ય સહિત અસંખ્ય કોળી સમાજના લોકો હાજર રહેશે
અખિલ ભારતીય કોળી સમાજ નું મહાસંમેલન આગામી તા.૨.ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી ની હાજરી માં યોજાનાર હોવાથી સમસ્ત કોળી સમાજ ના આગેવાનો ની આખરી બેઠક યોજાઇ હતી.
આ સંમેલન ની માં સ્ટેજ,મંડપ તેમજ મુખ્યમંત્રી તેમજ અન્ય સાંસદો તેમજ ધારાસભ્યો ની હાજરી માં અસંખ્ય કોળી સમાજના લોકો ની ઉપસ્તીથી માં યોજાનાર હોવાથી સનમેલન ની માટે તમામ પ્રકાર ની તૈયારીઓ પૂર્ણ થવાના આરે આવેલ છે તો તે બાબતે આજે અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખ અને હાલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવડીયા સુરેન્દ્રનગર જીલાના ના સાંસદ દેવજીભાઈ ફતેહપરા,શંકરભાઈ વેગડ તેમજ કોળી સમાજ ના આગેવાનો કાર્યકત્તા ઓની એક બેઠક સનમેલન ના સ્થળ પર રાખવામાં આવી હતી.
આ અંગે અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખ અને હાલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ એ જણાવ્યું હતું કે આ અસનમેલન માં સમાજ ની ચિંતા તેમજ કોઈ સમાજ નુકશાન ન થાય તેમજ સમાજ ને પ્રોત્સાહિત કરવા યોગ્ય રાહ ચિઘવા અને સમાજ માં રહેલી અપેક્ષા ઓ જેવી કે શિક્ષણ તેમજ અન્ય અપેક્ષા ઓ મુખ્યમંત્રી સુધી પહોંચે તેવી રીતે શિસ્તબંધ આ સનમેલન તા,૨ ના રોજ બપોરે ૨ કલાકે યોજાનાર છે.