યોજાયેલી એ.આઇ.બી.ડી.પી.એની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં નીચે નામ હત્વ પૂર્ણ મુદ્દાઓ પર આંદોલન માટે તબક્કા વાર કાર્યક્રમ માટે નિર્ણય લેવામાં આવ્યો હતો તે ભારતભરમાં તથા ગુજરાતમાં બી.એસ.એન.એલ. ડીસ્ટ્રીકટ હેડ ક્વાટર ખાતે અગત્યની માંગણીઓના સમાધાનની માંગસાથે 22.06.2022 ના દેખાવનો કાર્યક્રમ યોજાયેલ અને ગુજરાત સર્કલ સેક્રેટરી મનુભાઈ ચનિયારાએ જણાવેલ કે હવે ગુજરાતમાં બીએસએનએલ ની એસએસએ-બી.એ. ડીસ્ટ્રીકટ હેડ ક્વાટર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાશે. બુધવારે ભારતભરમાં તથા ગુજરાતમાં બીએસએનએલની એસ.એસ.એ. -બી.એ. ડીસ્ટ્રીકટ હેડ ક્વાટર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાશે અને 24-8-2022 ના રોજ એઆઇબીડીપીએ દ્વારા સંચાર ભવન માર્ચ દિલ્હી ખાતે યોજશે. ગુજરાત માંથી માર્ચ ટુ સંચાર ભવન 24-08-2022ના દિલ્હી ખાતે લગભગ 100 સભ્યો જોડાશે.
કેન્દ્ર સરકાર દ્વારા કેબીનેટની મંજુરીથીજે રીતે વેઈઝ રીવીઝન સાથે પેન્શનરીવીઝન લીન્ક (જોડવામાં) આવેલ.તે જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા કેબીનેટની મંજુરીથી વેઈઝ રીવીઝન થી પેન્શન રીવીઝન ડીલીન્ક ( જુદા પાડી) આ પ્રશ્ન હલ કરી શકે છે.આ નિર્ણય નીતિ વિષયક હોઈ માનન્ય સંચારમંત્રીએ અધિકારીઓ પાસે કેબીનેટની મંજુરી માટેનો મુસદો તૈયાર કરાવી વહેલી તકે કેબીનેટની મંજુરી મેળવી આ પ્રશ્ન હલ કરવાની માંગણી મનુભાઈચનિયારા એઆઇબીડીપીએ ના ગુજરાતના સર્કલ સેક્રેટરી દ્વારા કરવામાં આવેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત રજૂઆત કરવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા ઘટતાં પગલાં લેવામાં આવેલ નહીં હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા જ બીએસએનએલના નિવૃતકર્મચારીતથાફેમેલી પેન્શનર્સને વિવિધ કાર્યક્રમ આપ મજબુર કરેલ હોવાનું મનુભાઈ ચનિયારાએ જણાવેલ છે. માનન્ય સંચારમંત્રી સંસદ સભ્યોને એકજ જવાબ આપે છે, કે બીએસએનએલનું વેઈઝ રીવીઝન સાથે પેન્શનરીવીઝન લીન્ક હોવાથી પેન્શનરીવીઝન થયેલ ન હોવાનું જણાવે છે. પરંતુ માનન્ય સંચારમંત્રી વેઈઝ રીવીઝન થી પેન્શનરીવીઝન ડીલીન્ક ( જુદા પાડી) આ પ્રશ્ન હલ કરવાની માંગણી અંગે કોઈ જ જવાબ આપતા નથી.