- વિદ્યાર્થીઓએ જે કોલેજમાં પ્રવેશ મેળવવો છે તે કોલેજમાં તે વિષય ચાલે છે કે કેમ? તેની અધુરી માહીતી મુકતા કોંગ્રેસની શિક્ષણ મંત્રીને લેખીત રજુઆત
આ વર્ષથી ગુજરાત કોમન એડમિશન સર્વિસીઝનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ કાર્યવાહી થવાની છે. રાજ્ય સરકારે યુનિવર્સિટી પાસે સંલગ્ન કોલેજોની વિગતો વિષય પ્રમાણે મંગાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ નીલાંબરીબેન દવે અને કુલસચિવ રમેશ પરમાર દ્વારા ફરજમાં બે કાળજી રાખીને ગુજરાતના કોમન સર્વિસ પોર્ટલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બીએડ કોલેજોની વિગતો અધૂરી મૂકવામાં આવી છે. દા.ત. વિદ્યાર્થીએ જે કોલેજમાં પ્રવેશ મેળવવો છે તે કોલેજમાં જે તે વિષય ચાલે છે કે નહીં તેનીકોઈ વિગત મૂકી નથી. રાજકોટમાં સરકારી અનુદાનથી પી. ડી. માલવીયા,જે. જે. કુંડલીયા અને ઇન્સ્ટિટયૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ કોલેજો ચાલે છે.
આકોલેજમાં હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત સહિત કયા વિષયો ચાલે છે તેવિગતો પોર્ટલ પર મૂકવામાં આવી નથી. આવું થવાને કારણે બી.એ. હિન્દીથયેલો વિદ્યાર્થી ઉપરોક્ત ત્રણ કોલેજો પૈકી કઈ કોલેજમાં આ વિષય ચાલેછે તે જાણતો ન હોય તો તેને પોર્ટલ પર કોલેજ કેવી રીતે પસંદ કરવી એમોટો પ્રશ્ન છે. દરેક કોલેજમાં કયા વિષયનો કેટલો ઇન્ટેક છે તે વિગતપોર્ટલ પર હોય તો જ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાની સરળતા રહે અને તોજ વિદ્યાર્થીઓ જે કોલેજમાં તેનો વિષય ચાલતો હોય તે કોલેજમાં પ્રવેશ માટેઅરજી કરી શકે. કોઈ એક કહે કે એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ
આપવામાં આવે છે પરંતુ ત્યાં સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ અનેકોમ્પ્યુટર કઈ બ્રાન્ચ ચાલે છે તેની વિગત મોકલવામાં આવી ન હોય તોવિદ્યાર્થી પ્રવેશ કાર્યવાહીમાં કેવી રીતે ભાગ લઈ શકે? આવા અનેક વિધ સવાલોને લઇ ડો. નિદત બારોટે શિક્ષણ મંત્રીને રજુઆત કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ બે કાળજીની કારણે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ બીએડ ની પ્રવેશ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને અન્યાય કરવા જઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત સહિતનીઅન્ય યુનિવર્સિટીએ કઈ કોલેજમાં કયા વિષય ચાલે છે તે દર્શાવેલું છે. તેપ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે વિગતો માંગવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ કઈ કોલેજમાં મળવા પાત્ર છે તેનો ખ્યાલ આવી શકે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વહીવટી તંત્ર ગુજરાત સરકારના નવા અભિગમને બિલકુલ ગંભીરતાથી લેતું નથી તે વારંવાર પ્રતિપાદિત થયું છે. અગાઉ જોડાણ ન ધરાવતી કોલેજને પોર્ટલ પર મૂકવામાં આવી હતી અને હવે 60 જેટલી કોલેજોની બી.એડ ની અધુરી વિગતો પોર્ટલ પર મૂકવામાં આવી છેઆ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય કરવા ડો. નિદત બારોટે માંગ કરી છે.