આપણા દેશમાં વચનદ્રોહીઓની અને દેશદ્રોહીઓનો પાર નથી: ભગવાનને ખોટું લાગે એવું કર્યા કરીને આ દેશે બરબાદી જ નોતરી છે, ઈતિહાસનું પુનરાવર્તન ન થવા દેવું હોય તો હજૂયે ચેતી જાવ!

આપણા ઋષિમૂનિઓએ અને તપસ્વી નરનારીઓએ કહ્યું છે કે, દરેક મનુષ્યોએ એવી રીતે જીવવું જોઈએ કે પ્રભુને ખોટું ન લાગે, અને ભગવાનનું મન દુ:ખાય આપણા સગાવહાલાં, મામા, માસી, સાળા, સાઢુ,ને કાકા કે કોઈ ખોટું ન લાગે તેમ આખી જિંદગી આપણે જીવતા હોઈએ છીએ, ને વ્યવહાર સાચવી લેતા હોઈએ, છીએ, પણ એક પ્રભુને ખોટું ન લાગે તેમ જીવતા નથી. એવું જ આપણા દેશના રાજનેતાઓ અને રાજકર્તાઓનું છે. તેઓ તેમના નિજી સ્વાર્થને પોષવા અને રાજગાદીને જાળવવા તથા સત્તાનું સિંહાસન પામવા પચીસ-પચાસ કે તેથીયે વધારે લોકોને રીઝવવા, રાજી રાખવા અને ભગવાન માટે ન જ કરે એવી ભાગીદારીઓ કરે છે, ગોલાપો કરે છે, ખુશામત કરે છે તથા નબહોત નમે નાદાનપની ભૂમિકા ભજવે છે, પણ પોતાને મત આપીને નેતા બનાવનાર મતદારોને તથા આમ પ્રજાને કદાપિ ખોટું ન લાગે એવો વ્યવહાર કરતા નથી.

એક ચિંતકે માનવજીવનનું સાચું દર્શન કરાવતાં એમ કહ્યું છે કે આ જગતમાં મનુષ્યજન્મ પામીને બે કામ કરવાના છે. એક ભગવાનનો ડર રાખવાનો છે. ને બીજુ જેને ભગવાનનો ડર મેલી દીધો છે. તેનો ડર પણ આપણને રાખવાનો છે. ભગવાનની આજ્ઞાને અનુસંધાને જીવન જીવાય તો જીવન તદ્ન બોજારહિત થઈ જાય. આજ્ઞાને ઉલંઘીને ચાલીએ પછી જ આપણું જીવન બોજાવાળું બની જતું હોય છે.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 5

વકીલ હોય તો કાયદાની ઘણી કલમો યાદ હોય વિદ્વાન હોય તો સંસ્કૃતના ઘણા શ્ર્લોકો યાદ હોય વેપારીને માલના તમામ ભાવ કંઠે હોય, પણ હું માણસ છું એટલું જ આપણને યાદ રહેતુ નથી. તેમાય હુ ભગવાનનો માણસ છું એવું તો બહુ ઓછાને યાદ રહે છે. આ વસ્તુ યાદ રહે તો આપણુ જીવન ફગે નહિ. સીધી ટ્રેકમાં ચાલ્યું જાય.

આ વાત આપણા આજના રાજકારણીઓને, રાજનેતાઓને અને રાજકર્તાઓને સારી પેઠે લાગુ પડે છે.

પોતાને મત આપીને તેના બનાવનાર અને બધા જ પ્રકારની એશઆરામી અપાવનાર મતદારોને તથા આમજનતાને લગીરે ખોટું ન લાગે તથા મનદુ:ખ ન થાય એવો. વ્યવહાર કરવાનો ધર્મ તેઓ નથી બજાવતા. એમની પરવા સુધ્ધાં નથી કરતા ફરી ચૂંટણી આવે ત્યારે જ બે હાથ જોડી જોડીને એમની પાસે જાય છે. અને મતદારોને ખોટા વચન આપીને ભરમાવે છે.

આપણા નેતાઓ, છેક દિલ્હી સુધી બધે જ, મોટા ભાગે વચનદ્રોહ કરે છે. વચનદ્રોહીઓની અને દેશદ્રોહીની ભરમાર આ દેશમાં છે. આવા વચન દ્રોહી રાજનેતાઓથી પ્રજા અને મતદારો તંગ આવી ગયા છે, ને ત્રાસી ગયા છે…

રાજકીય નશિસ્ત અને નીતિમતાથને તેમણે ઠોકરે માર્યા છે.

આવી ધૃષ્ટતાની અને મતિભ્રષ્ટતાની બૂરી અસર આપણા દેશની નવી પેઢી ઉપર પડી જ છે, જે આ દેશની નઆવતીકાલથને અંધકારમય બનાવી શકે છે.

આપણો દેશ હજુ અમેરિકાની આવી શિસ્તપધ્ધતિની સરખામણીમાં સારી પેઠે પછાત છે.

આ બધું જોતા ભગવાનને પણ ખોટું લાગે અને આપણે દોષિત બનીએ જ, એવા ઉદાહરણ સાથે આપણા દેશના રાજપુ‚ષો, રાજનેતાઓ, રાજકર્તાઓ, રાજકીય પક્ષો અને પ્રજાને વચનો આપીને નહિ પાળતા વચનદ્રોહીઓ અને દેશદ્રોહીઓને બોધપાઠ લેવાની તક મળશે એમ ઈચ્છીએ. અત્યારે આપણે અંધારી ગલીના છેડે ઉભા છીએ એ ન ભૂલે..

આપણા ભગવાનને પ્રાર્થના કરીએ કે, આપણા તપસ્વી ઋષિમૂનિઓનાં બોધપાઠમાંથી આપણા રાજપુ‚ષો સાચા માર્ગે વળે, વચન, દ્રોહ અને દેશદ્રોહીથક્ષ બચે, ભગવાનને ગમે એવા શિસ્તબધ્ધ બને અને પ્રજાકીય વિદ્રોહના જોખમથી બચી જાય !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.