સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૩૮ રસ્તાઓને વરસાદના કારણે નુકશાની: વેસ્ટ ઝોનમાં ૩૧ અને ઈસ્ટ ઝોનમાં ૨૬ રોડની પથારી ફરી ગઈ
મહાપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવતા ડામરના કરોડો ના કામમાં અધિકારીઓ અને પદાધિકારીઓને મીઠી મલાઈ મળતી હોવાનું વધુ એકવાર પુરવાર થઈ ચૂકયું છે. ચાલુ સાલ વરસાદના કારણે શહેરના ત્રણેય ઝોનમાં ૯૫ રાજમાર્ગો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૩૮ રસ્તાઓને નુકશાની થવા પામી છે. જયારે વેસ્ટ ઝોનમાં ૩૧ અને ઈસ્ટઝોનમાં ૨૬ રસ્તાની પથારી ફરી ગઈ છે. ડામર કામ માટે તાજેતરમાં ૨૮ કરોડથી વધુનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ટૂંકમાં ફરી ડામરથી રાજમાર્ગોને મઢવાની કામગીરી શ‚ કરી દેવામાં આવશે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવતા વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨માં ધરમનગરવાળો મેઈન રોડ, લાખના બંગલાવાળો રોડ, હિંમતનગર મેઈન રોડ, દેવનગરવાળો રોડ, કાલાવડ રોડ, લક્ષ્મીનગર મેઈન રોડ, મહાદેવવાડી મેઈન રોડ, પર્ણકુટી સોસાયટી મેઈન રોડ, નાણાવટી ચોકથી બાપા સીતારામ ચોક સુધીનો રોડ, કેરાલા પાર્ક મેઈન રોડ, ઈન્ડિયન પાર્ક મેઈન રોડ, યુનિવર્સિટી રોડથી ગંગોત્રી પાર્ક સુધીનો રસ્તો, નવીનનગર, પારસ સોસાયટી, રોયલ પાર્ક, ઈંગલ નગર, શાંતિવન સોસાયટી, ફૂલવાડી પાર્ક, શ્રીજી બંગલો સોસાયટી, પુષ્કરધામ મેઈન રોડ, આકાશવાણી ચોકથી જેકે ચોક સુધીનો રસ્તો,સાંઈ બાબા પાર્કની આંતરીક શેરીઓ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મોદી સ્કુલથી નિર્મળા કોન્વેન્ટવાળો રોડ, શિવશક્તિ રોડ, આર્યશ્રીવાળો રોડ, ભિમનગરથી ફિલ્ડવેલ પાર્ટી પ્લોટ વાળો રોડ, ગોકુલધામ સોસાયટી મેઈન રોડને આશરે ‚ા.૮.૯૬ કરોડની નુકશાની પહોંચી છે.જયારે ઈસ્ટ ઝોનમાં મોરબી રોડ, ભગવતીપરા વિસ્તાર, અલ્કા પાર્ક, લાલપરી મેઈન રોડ, આડો પેડક રોડ, વ્રજભૂમી માલધારી સોસાયટી મેઈન રોડ, વોર્ડ નં.૬માં જુદા જુદા ટીપી રોડ તથા આંતરીક રોડ, ચુનારાવાડ ચોકથી અમુલ સર્કલ સુધીનો રોડ, ભાવનગર રોડથી નેશનલ હાઈવે, પુનીતનગર સોસાયટી મેઈન રોડ, જેટકો ઓફિસ રોડ, વોર્ડ નં.૧૮માં ૨૪ મીટર ટીપી રોડ, બોલબાલા રોડને ‚ા.૭.૭૦ કરોડની નુકશાની પહોંચી છે.આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૩૮ રાજમાર્ગોને વરસાદના કારણે નુકશાન થયું છે. જેમાં જૂના જકાતનાકા સામેનો રોડ, બજરંગવાડી સર્કલ પાસેનો રોડ, જાગૃતિ સોસાયટી, ભોમેશ્ર્વર મંદિર રોડ, ગુરુ ગોલવલ્કર રોડ, છોટુનગર ટીપી રોડ, જામનગર રોડ, શિતલ પાર્ક રોડ, નૂતન પ્રેસ રોડ, સદર વનવે, ગીરનાર ટોકીઝ પાસેનો રોડ, આરવર્લ્ડ ટોકીઝ પાસેનો રોડ, ગોહેલ ચોકથી સાધુવાસણી કુંજ રોડ, ટાગોર રોડ, ઢેબર રોડ, મોટી ટાંકી ચોકથી જવાહર રોડ, હાથીખાના અને રામનાથપરાના રસ્તાઓ, ગોંડલ રોડ ફલાય ઓવરથી ગોંડલ ચોકડી સુધીનો રોડ, પીડીએમ કોલેજથી નવલનગર-૩, આનંદનગરથી આંબેડકરનગર, પંચશીલ રોડ, બાપુનગર રોડ, કુંભારવાડા રોડ, નાગરીક બેંક ચોક, કોઠારીયા રોડ, આનંદનગર મેઈન રોડ, પારડી રોડ, હસનવાડી રોડ, હરીધવા રોડ, અંબીકા ટ્રેલર રોડ અને ખોડીયાર સોસાયટી ૫૦ ફૂટ રોડનો સમાવેશ થાય છે.દર વર્ષે મહાપાલિકા દ્વારા રોડ-રસ્તા બનાવવા માટે કરોડો ‚પીયા ખર્ચમાં આવે છે પરંતુ સામાન્ય વરસાદમાં તમામ રાજમાર્ગોની પથારી ફરી જાય છે. ચાલુ સાલ ભારે વરસાદના કારણે રાજમાર્ગોને ૩૨ કરોડથી પણ વધુનું નુકશાન થવા પામ્યું છે.